Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા પ૩ર૬ તેજસ્વી બાળકોને સન્માનિત કરાયા

મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભા તથા સરસ્વતી સાધના સમારોહઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો-ઓપ. સોસાયટી દ્વારા ર૬ મી વાર્ષિક સાધારણ સભા તથા વિદ્યાર્થી સરસ્વતી સાધના સન્માન સમારોહ ગત્ તા. ૧૯ ના કેશવજી અરજણ પટેલ સમાજમાં યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત પહેલા શહીદ વીર જવાનો અને દિવંગત સભાસદોને મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય અને કૃષ્ણલીલા પર કથક નૃત્ય રજૂ થયું હતું. સોસાયટીના ચેરમેન દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયાએ મેહમાનોનું શબ્દ-પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. એમ.ડી. રમેશભાઈ હંસરાજભાઈ પણસારાએ સોસાયટીનો પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.

સ્વામી વિવેકાનંદ સોસા.ના સભાસદોના પ૩ર૬ તેજસ્વી બળકોનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો અને મહેમાનોના હસ્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ બાળકોને પુરુષાર્થ કરવા અને સ્વપનોલ પરિપૂર્ણ કરવા શિખ આપી હતી.

આ સમારોહમાં કિશોરભાઈ મુંગલ૫રા, સેવાભારતી ગુજરાત રાજ્ય કાર્યકારી અધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા-લઘુ ઉદ્યોગ ભારતી, દિવ્યેશભાઈ અકબરી-ધારાસભ્ય, ડો. વિનુભાઈ ભંડેરી-પ્રમુખ જિલ્લા ભાજપ, મુકુન્દભાઈ સભાયા-ચેરમેન માર્કેટ યાર્ડ, અશોકભાઈ જોબનપુત્રા-ચેરમેન, નવાનગર બેંક એ.એમ. સિધપરા-રજિસ્ટ્રાર, રસિકભાઈ ભંડેરી, રવિનીભાઈ મારકણા, મગનભાઈ ભીમાણી, પાર્થભાઈ કોટડિયા, જયેશભાઈ ઢોલરિયા, ખ્યાતિબેન મુંગરા, જ્યોત્સનાબેન પાંભર, સંજયભાઈ મુંગરા, મયુરભાઈ સભાયા, સોસાયટીના ડીરેક્ટરો, કર્મચારીઓ, સભાસદો, આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

સોસાયટીના વાઈસ ચેરમેન ચંદુલાલ રવજીભાઈ ભંડેરીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમના ઈન્ચાર્જ રમેશભાઈ ગોરસિયા ના માર્ગદર્શન હેઠળ રજનીશભાઈ મુંગરા અને જીજ્ઞાબેન વાટલિયાએ સંચાલન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh