Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભુંડની કતલ કરી માંસનું કરાતું હતું વેચાણઃ
જામનગર તા. ૨૭: જામનગરના વિભાપર વિસ્તારમાં એક રહેણાંક સોસાયટીમાંથી ગેરકાયદે કતલખાનુ ઝડપાયું છે. ત્યાં ભુંડને કાપી તેના માંસનું વેચાણ કરતા શખ્સને જીવદયાપ્રેમીઓએ પકડી પાડ્યો હતો. આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગુલાબનગર નજીકના વિભાપર રોડ પર આવેલી શિવ સોસાયટીમાં એક મકાનમાં ડુક્કર (ભુંડ) કાપવાની પ્રવૃત્તિ થઈ રહી હોવાની કોઈએ ગૌસેવક હીરેનભાઈ ઝાલા, ધવલ રાવલ, પ્રકાશ શિયારને જાણ કરતા જીવદયાપ્રેમીઓએ ત્યાં તપાસ કરી હતી. આ મકાનમાંથી અવારનવાર જાનવરોની ચીસો સંભળાતી હોવાનું જણાવાયું હતું.
ત્યારપછી ત્યાં પહોંચેલા જીવદયાપ્રેમીઓએ તપાસ કરતા અંદરથી તાજુ જ કાપવામાં આવેલુ ભુંડ લોહી નીતરતી હાલતમાં મળી આવવા ઉપરાંત ઘરમાંથી માંસના જથ્થા ભરેલા પેકેટ પણ સાંપડ્યા હતા. ત્યાં હાજર સોરણસિંગ રતનસિંગ સરદારજી નામના શખ્સે પોતાની પાસે રહેલુ સુવર મીટ શોપનું લાયસન્સ બતાવ્યું હતું પરંતુ રહેણાંક વિસ્તારમાં કતલખાનુ ગેરકાયદેસર રીતે ચાલુ હોવાથી પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવ અંગે ધવલ રાવલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial