Advertisement
Author: નોબત સમાચાર

ચાંદીપુરાના વધુ એક શંકાસ્પદ બાળ દર્દીનું મૃત્યુઃ રિપોર્ટ નેગેટીવ

અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૪ નો થયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: હાલારમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસો અન્વયે ત્રણ બાળ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતાં, જેમાંથી એક બાળ દર્દીનું ગત્ રાત્રે મૃત્યુ થયું છે, જ્યારે તમામના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે.

હાલારમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ છ કેસ નોંધાયા હતાં તેમાં સૌ પ્રથમ જામનગરના અને ત્યારપછી કલ્યાણપુર પંથકના બે દર્દી મળી કુલ ત્રણ દર્દીના મૃત્યુ નિપજ્યા હતાં, જો કે તેમના રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં.

જ્યારે ત્રણ દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં જેમાં એક જામનગર શહેર, એક જામનગરમાં ગ્રામ્ય અને એક દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીનો સમાવેશ થાય છે. તેમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક દર્દીનું સારવારમાં મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક ચારનો થયો છે, જયારે જામનગર પંથકમાં બન્ને બાળ દર્દીઓ સારવાર હેઠળ છે અને બન્નેની તબિયત સુધારા ઉપર છે તેમ જવાબદાર તબીબે જણાવ્યું હતું, જો કે મૃત્યુ થયેલ અને દાખલ કરેલ દર્દીના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh