Advertisement
Author: નોબત સમાચાર

હાલાર જિલ્લાના માજી સૈનિક મંડળ દ્વારા કરાઈ જામનગરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે તા. ૨૬ના તળાવની પાળ સ્થિત શહીદ સ્મારક પાસે વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જ્યાં શહીદ સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. આ સમયે વંદે માતરમ્, ભારત માતાકી જયના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને શહીદોના બલિદાનને ક્યારેય ભૂલાશે નહીં તેમ જણાવી દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, નિવૃત્ત જવાનો શહીદોના પરિવારજનો, નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh