Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરની પેઢીએ કર્યાે હતો દાવોઃ
જામનગર તા. ૨૭: જામનગરની પેઢીએ બ્રાસપાર્ટની બાકી રકમ વસૂલવા તામિલનાડુની પેઢી સામે કરેલો દાવો ચાલી જતાં કોર્ટે રૂ।.૧,૮૧,૬ર૮ ખર્ચ અને વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરમાં વિન્ડસન મેટલ નામની પેઢીના ભાગીદાર હસમુખભાઈ બાવજીભાઈ મુંગરા પાસેથી તામિલનાડુની ગણેશ ટ્રેડર્સ નામની પેઢીવાળા પુરૂવર્થુરાજા દ્વારા સામાન ખરીદવામાં આવ્યો હતો અને તેનું પેમેન્ટ કરાયું ન હતું.
બાકી રકમની માગણી માટે નોટીસ પાઠવ્યા પછી હસમુખભાઈએ જામનગર કોર્ટમાં દાવો નોંધાવ્યો હતો. તે દાવો ચાલી જતા અદાલતે રૂ।.૧,૮૧,૬ર૮ની રકમ છ ટકા વ્યાજ તથા દાવાના ખર્ચ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાેે છે. હસમુખભાઈ તરફથી વકીલ મયુર કટારમલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial