Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૧પ લાખની માગણી કરી યૂ-ટ્યુબમાં બદનામ કરવાની ધમકી અંગે ફરિયાદ

ચેક રિટર્ન કેસ પાછો ખેંચવા દબાણનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના એક આસામી સામે રાજકોટના આસામીએ રૂ।.સાડા સાત લાખ પરત મેળવવા કરેલી તજવીજ દરમિયાન ચેક પરતની ફરિયાદ નોંધાવતા જામનગરના આસામીએ તે પૈસા આપવાની બદલે યૂ-ટ્યુબ ચેનલમાં બદનામ કરતા વીડિયો બનાવીને મૂકવાની ધમકી આપી રૂ।.૧પ લાખની માગણી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ તાલુકાના વાવડી ગામમાં રહેતા અર્જુનભાઈ રણધીરભાઈ ડવ નામના આહિર યુવાને જામનગરના સંજય ચેતરીયા સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ વર્ષ ૨૦૨૩માં નવરાત્રીના આયોજન માટે અર્જુનભાઈએ સંજય ચેતરીયાને રૂ।.૧૨.૫૦ લાખ આપ્યા હતા. જેમાંથી સંજય ચેતરીયાએ રૂ।.૫ લાખ પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂ।.૭.૫૦ લાખ પરત આપ્યા નહોતા. આ રકમની અવારનવાર ઉઘરાણી છતાં ચુકવણી ન થતાં અર્જુનભાઈએ જામનગરની અદાલતમાં સંજય ચેતરીયા સામે ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.

ત્યારપછી સંજય ચેતરીયાએ કેસ પાછો ખેંચી લેવા દબાણ કર્યું હતું. સાથે જ અર્જુનભાઈને બદનામ કરવા માટે તેમના વિરૂદ્ધ ખોટા વીડિયો બનાવી યુ-ટ્યુબ ચેનલ પર મૂકવાની, તેમના ધંધાને નુકસાન પહોંચાડવાની તેમજ રૂ।.૧૫ લાખની માંગણી કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પીઆઈ એન.એમ. ગઢવીએ તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh