Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોઈલરમાં લાકડા નાંખતા સર્જાયો અકસ્માત
ધ્રોલ તા. ર૭: ધ્રોલ પાસે ટાયરના કારખાનામાં બોઈલરમાં લાકડા નાખતી વખતે મજૂરી કામ કરતા એક પ્રૌઢનું વીજચોક લાગવાથી મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે.
પોલીસ વિગતો મુજબ મૂળ લાલપુરના ધરારનગરના વતની અને હાલ ધ્રોલ દેવ ટાયરના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા ચંદુભાઈ રામજીભાઈ સીંગરખીયા (ઉ.વ. પપ - જાતે અનુ.જાતિ) કારખાનામાં કામ કરી રહ્યાં હતાં. બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે બોઈલરમાં લાકડા નાખતી વખતે અકસ્માતે તેમનો હાથ ઈલેક્ટ્રીક ફુકણી સાથે અડી જતા તેઓને જોરદાર ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો.
ઘટના બનતા જ તેમને ત્વરિત સારવાર અર્થે ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેઓને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે મૃતકના પુત્ર કિશનભાઈ ચંદુભાઈ સીંગરખીયા (ઉ.વ. ર૩) એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial