Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના હત્યાના એક ગુન્હામાં નાસતા ફરતા આરોપીની અટક

૧૧ વર્ષ પહેલાં નોંધાયો હતો હત્યાનો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: લાલપુર પોલીસ મથકમાં નોંધાયેલા વર્ષ ૨૦૧૫માં નોંધાયેલા હત્યાના ગુન્હામાં નાસતા ફરતા પશ્ચિમ બંગાળના શખ્સને પકડી લેવામાં રાજકોટ રેન્જની ટીમને સફળતા મળી છે.

લાલપુર પોલીસમાં વર્ષ ૨૦૧૫માં આઈપીસી ૩૦૨ હેઠળ હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. જેમાં પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના નાઝીરપુર ગામના રાહુલ જેકરઅલી શેખ નામના શખ્સનું નામ ખૂલ્યું હતું.

ત્યારથી આ શખ્સ નાસતો ફરતો હતો. ઉપરોક્ત આરોપીને રાજકોટ રેન્જની પોલીસ ટીમના કાસમભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે દબોચી લેવામાં આવ્યો છે. તેનો કબજો લાલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh