Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભદ્રાચલમ મંદિરના દર્શન કરીને યાત્રિકો અન્નવરમ તરફ જઈ રહ્યા હતાં
ચિત્તુરૂ તા. ૧રઃ આંધ્રપ્રદેશના ચિંટુરૂમાં ગમખ્વાર અકસ્માત થયો છે. એક યાત્રિક બસ ખીણમાં ખાબકતા ૯ ના મોત થયા છે, જ્યારે રપ થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા છે.
આંધ્રપ્રદેશમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ચિંટુરમાં ૩પ મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્ગ પરથી પસાર થતા એક વ્યક્તિએ પોલીસને અકસ્માતની જાણકારી આપ્યા પછી પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
એએસઆર જિલ્લા કલેક્ટર દિનેશ કુમારે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ચિંટુરૂ અને ભદ્રાચલમ વચ્ચે ઘાટ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અહીં એક બસ રસ્તા પરથી ઉતરીને પલટી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભદ્રાચલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બસમાં સવાર મુસાફર ભદ્રાચલમથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં કે વળાંક લેતા સમયે બેલેન્સ બગડતા રસ્તા પરથી નીચે પડી ગઈ. બસમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો સવાર હતાં.
પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ યાત્રિકોને આ સમૂહ ભદ્રાચલમ મંદિરના દર્શન તરીકે અન્નવરમ જઈ રહ્યો હતો. બસ ચિત્તુર જિલ્લાથી ભાડે લેવામાં આવી હતી અને સંપૂર્ણ રીતે મુસાફરોથી ભરેલી હતી. ઘાટ રોડ પર વળાંક દરમિયાન આ અકસ્માત સર્જાયો.
પ્રત્યક્ષ દર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત અમુક જ સેકન્ડમાં થયો અને મુસાફરો ખુદને સંભાળી શકે તેવી તક જ ન હળી. આ ઘટના પછી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતાં. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસને ભારે નુક્સાન થયું હતું.
એવી આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે કેટલાક ઈજાગ્રસતોની હાલત ગંભીર છે. વહીવટી તંત્રે જણાવ્યું છે કે, અકસ્માતના કારણની તપાસ કરવામાં આવશે અને માર્ગ સલામતીના પગલાંની સમીક્ષા કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial