Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોઈનો લાડકવાયો છીનવાઈ જાય, તેનું દુઃખ સમજો...
જામનગર તા. ૭: જામનગર સહિત રાજ્યમાં અત્યારે ટુ-વ્હીલર અને ફોરવ્હીલર સાથે થતા અકસ્માતો તથા તેના કારણે થતા મૃત્યુની ઘટનાઓ વધી રહી છે, અને તેમાં પણ હીટ એન્ડ રનની માનસિક્તા વધી રહી હોવાથી કાયદો-વ્યવસ્થા જાળવતા તંત્રો સામે તો એક પડકા ઊભો થયો છે, પરંતુ જી-ઝેડ (યુવાવર્ગ) પૈકી બિનધાસ્ત અને નીતિ-નિયમોને નેવે મૂકીને ધૂમ સ્ટાઈલથી બેફામ દ્વિચક્રી વાહનો ચલાવતા યુવક-યુવતીઓના માતા-પિતા અને તેઓના પરિવારજનોએ પણ ચેતવાની જરૂર છે.
કોઈ વયોવૃદ્ધ લોકો ફૂટપાથો પર દબાણ હોવાથી સડકના કિનારે ચાલ્યા તા હોય અને તેને ઠોકર મારીને કોઈ વાહનાાલક નાસી જાય, પેટ્રોલપંપથી ઈંધણ ભરાવીને કોઈ સગીરવયનો નિશાળિયો નિશાળ તરફ જવા નીકળે તે તેને કોઈ બેફામ કારચાલક હડફેટે લઈ લ્યે અને તે નિશાળિયો જીવ ગુમાવે, કોઈ દાદીમા મંદિરેથી નીકળે ને કોઈ ધૂમ સ્ટાઈલવાળો તેને ઠોકર મારતો જાય કે પછી કોઈ દ્વિચક્રી વાહનને કોઈ મોટું વાહન ઠોકરે ચડાવતા માનવજિંદગીઓ છીનવાઈ જાય, તો તેના માટે દોષિત કોણ? જવાબદાર કોણ?
હકીકતે ગતિમર્યાદાના નિયમોનું પાલન કરાતું પણ નથી અને કરાવાતું પણ નથી... ઘણાં માતા-પિતા પોતાના સંતાનોને સગીરવયથી દ્વિચક્રી વાહનો પકડાવી દ્યે છે, પરંતુ તેને સંયમિત ડ્રાઈવીંગ માટે સમજ કે તાલીમ આપતા નથી. ધૂમ સ્ટાઈલથી વાહનો દોડાવતા શ્રીમંત નબીરાઓને ફરજ પરના ટ્રાફિક પોલીસના જવાનો પકડે, ત્યારે આ નબીરાઓ રોફ છાંટે અને કેસ પણ થવા ન દ્યે, કે પછી કેટલાક કિસ્સાઓમાં 'સમજી' લઈને કેસ નોંધવામાં આવે નહીં. આ પ્રકારની 'મદદ' જ હીટ એન્ડ રનના મહત્તમ કિસ્સાઓના મૂળમાં કારણભૂત હોય છે.
આ માટે માતા-પિતા, પરિવાર, સમાજ અને સંબંધિત તંત્રો ઉપરાંત શાળા-કોલેજોમાં અભ્યાસ દરમિયાન પણ યુવવર્ગને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ તે ઉપરાંત પ્રોફેશનલ ડ્રાઈવરો માટે પોલીસતંત્ર, આરટીઓ અને કલેક્ટર તંત્રો મળીને સમયાંતરે તાલીમ અને માર્ગદર્શન કેળવે (ફરજિયાત) યોજવા જોઈએ. સમસ્યા નિવારવા સહિયારા પ્રયાસો અત્યંત જરૂરી છે, અન્યથા મહામુલી માનવ જિંદગીઓ છીનવાતી રહેશે અથવા અકસ્માતોથી કાયમી ધોરણે દિગ્યાંગ થતા લોકોની સંખ્યા વધતી જ રહેશે.
આ પ્રકારના અકસ્માતોમાં કોઈનો લાડલો છીનવાયો હોય, તે વહાલસોયી દીકરીનો જીવ ગયો હોય, કે પછી કોઈ વયોવૃદ્ધ વડીલ કે પ્રિય સ્વજન ગુમાવવા પડ્યા હોય તેઓને આ કારમા અકસ્માતોનું દુઃખ શું હોય છે, તે પૂછી જો જો... ચાલો, જાગ્યા ત્યારથી સવાર...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial