Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય પુષ્પશૃંગાર સાથે કુંડલા ભોગ મનોરથ

                                                                                                                                                                                                      

દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવી રહયા હોય હાલમાં ચાલતી ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન યોજવામાં આવી રહયા છે. ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક ફૂલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા હતા. સાથે ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો હતો. ગ્રીષ્મ ઋતુ દરમ્યાન સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાઈ રહયા છે. આ દિવ્ય દર્શનનો ઉપસ્થિત બહોળી સંખ્યામાં ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh