Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શંકરાચાર્યજીના પરશુરામધામ અને
જામનગર તા. ૭: જામનગર બ્રહ્મ સોશિયલ સંસ્થા તથા દરેડ સ્થિત તક્ષશિલામાં આવેલ દ્વારકા મઠ પીઠેશ્વર જગદગુરૂ શંકરાચાર્યજીના ક્ષેત્ર પરશુરામ ધામના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીના નવ નિર્માણ પામનાર મંદિરના લાભાર્થે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કથાના વક્તા તરીકે વિરલભાઈ નાકર વ્યાસપીઠે બિરાજમાન રહૃાા હતા. મુખ્ય યજમાન તરીકે જયેશભાઈ એમ. પુરોહિત પરિવાર તથા ૫૧ પોથી યજમાનોની ઉપસ્થિતિમાં કથા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
આ આયોજનને સફળ બનાવવા માટે અનેક મહાનુભાવો, આગેવાનો તથા સ્વયંસેવકોએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સુરેન્દ્રભાઈ વ્યાસ, પી.સી. ખેતીયા, રક્ષિત દવે, ડો. દેવાંશુ શુક્લ, ડો. ચિંતન જોશી, ડો. જોગીન જોશી, ડો. પૂજાબેન શર્મા, કોર્પોરેટર આશિષભાઈ જોશી, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતીયા, જી.એન. ભટ્ટ, એસ.પી. જોશી, મનીષ રાવલ, મહિધર શુક્લ, દીપક ત્રિવેદી, ભરતભાઇ જોષી મનીષભાઇ પાંધી નિલેષભાઇ આચાર્ય રાજેશભાઇ મહેતા મનીષાબેન, વૈશાલીબેન, જીતુભાઈ જોશી, નિતેશભાઈ જોશી , રાજેશભાઈ મહેતા, ગૌરવ વ્યાસ, જયેશભાઈ જોશી પ્રતિબેન, નિશાબૈન, ગીતાબેન, રેણુકાબેન, કિનલ, સુરભીબેન, ભદ્રાબેન, છાયાબેન, દિપાલીબેન, ધર્મીષ્ઠાબેન સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા.
સમગ્ર બ્રહ્મ સમાજ, બ્રહ્મ સોશિયલ ગ્રુપ તથા પરશુરામ ધામ સંસ્થાના સભ્યોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
યુવા કાર્યકરો જય કલ્યાણી, ભાવિક જોશી, અભી, રવિ તથા તેમની ટીમે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી સમગ્ર પ્રસંગને સફળતા પ્રદાન કરી હતી.
કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ યજમાનો, મહાનુભાવો, દાતાઓ, સ્વયંસેવકો તથા ઉપસ્થિત સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમ બ્રહ્મ સોશિયલ ગ્રુપ, જામનગરના પ્રમુખ કિર્તિભાઈ કલ્યાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial