Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામજનો દ્વારા દાતાનું સન્માન
ધ્રોલ તા. ૭: નાના ગરેડીયા ગામનો પ્રવેશોત્સવ યાદગાર બન્યો હતો. દાતાએ બાળકો માટે ઉપયોગી નાના ગરેડીયા પ્રાથમિક શાળાના વિસ્તાર માટે જમીનદાતા બીજલભાઈ શિયાર આહિર દ્વારા ગામ નજીકની એક વીઘાથી વધુ કિંમતી જમીનનું દાન જાહેર કરાયુ હતું. જેમનું સમસ્ત ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું.
ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા પ્રાથમિક શાળા પરિસરમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ નિમિત્તે 'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬'નો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યાં કિલ્લોલ કરતાં ભૂલકાઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા હતા.
બીજી તરફ, ગામના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ કાજે પોતાની કિંમતી જમીનનું દાન આપનાર જમીનદાતાનું સમસ્ત ગામ વતી સન્માન કરવામાં આવ્યું હતું.
અંદાજીત ૮૦૦ની વસ્તી ધરાવતા નાના એવા આ ગામની અંદર શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળે છે. ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે, ધોરણ ૧ થી ૮ નો એક પણ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ માટે ગામની બહાર ભણવા જતો નથી, તમામ બાળકો પોતાની ગામની જ શાળામાં અભ્યાસ કરે છે. હાલમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦૯ જેટલી છે.
જોકે, ઉત્તરોત્તર વધતી સંખ્યા સામે શાળાની હાલની જગ્યા નાની પડતી હોવાથી મોટા કેમ્પસની ખૂબ જ તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. ગામના બાળકોની આ મુશ્કેલીને સમજીને ગામનું ગૌરવ અને ઉદારતાની મૂર્તિ એવા બીજલભાઈ ગોવિંદભાઈ શિયાર આહિર, આગળ આવ્યા હતા. તેમણે 'વિદ્યાદાન એ જ મહાદાન'ની ઉક્તિને સાર્થક કરતા, ગામની સાવ નજીક આવેલી પોતાની માલિકીની કિંમતી જમીનમાંથી અંદાજીત એક વીઘા કરતાં પણ વધારે જમીન નિઃસ્વાર્થ ભાવે શાળાના વિસ્તાર માટે દાનમાં અર્પણ કરી દીધી છે. આ પ્રસંગે ગ્રામ અગ્રણીઓએ લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, *શ્રી બીજલભાઈએ માત્ર જમીનનો ટુકડો નથી આપ્યો, પરંતુ ગામની આવનારી પેઢીઓ માટે પ્રગતિ અને સફળતાના દ્વાર ખોલી આપ્યા છે. આ પવિત્ર ભૂમિ પર ભણીને જ્યારે ગામના દીકરા-દીકરીઓ દેશ-વિદેશમાં નામ રોશન કરશે, ત્યારે દરેક સફળતાના પાયામાં આ દાનની સુવાસ મહેકશે.*
આ શુભ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો, સમસ્ત ગ્રામજનો, શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ વતી જમીનદાતા બીજલભાઈ ગોવિંદભાઈ શિયારનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કરી, તેમનુ સન્માન કરાયુ હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial