Advertisement
Author: નોબત સમાચાર

દરેડ નજીક ઈંગ્લીશના ચાર ચપલા સાથેનુંં બાઈક છોડી એક શખ્સ પલાયનઃ શોધખોળ

અન્ય ત્રણ શખ્સની બોટલ સાથે ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના લાલપુર બાયપાસ પાસે એક બાઈકમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ચાર ચપલા કબજે કર્યા છે. બાઈકચાલક નાસી ગયો છે. જ્યારે ગોકુલનગર, સત્યમ્ કોલોની  તથા જામજોધપુરના ઉંદરીયા નેસમાંથી ત્રણ બોટલ સાથે ત્રણ શખ્સ પકડાયા છે.

જામનગરના લાલપુર બાયપાસથી દરેડ તરફ જવાના રસ્તા પર આવેલી નિલગીરી ગોળાઈમાંથી ગઈકાલે સાંજે પસાર થતાં એક હીરો મોટરસાયકલને પેટ્રોલિંગમાં રહેલી પંચકોશી બી ડિવિઝન પોલીસ ટીમે રોકવાનો ઈશારો કર્યાે હતો. તે વાહન પરથી ઉતરીને સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા નામનો શખ્સ નાસી ગયો હતો. બાઈકની પોલીસે તલાશી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા બાઈક કબજે કરી સુનિલસિંહની શોધ હાથ ધરી છે.

જામનગરની સત્યમ્ કોલોની નજીક એક ગલીમાંથી ગઈકાલે સાંજે નીતિન ધીરજભાઈ કટારમલ નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઝડપાઈ ગયો છે. જ્યારે ગોકુલનગર જકાતનાકા પાસેથી સુરેશ પુંજાભાઈ મકવાણા નામના શખ્સને રમની બોટલ સાથે પકડી લેવામાં આવ્યો છે. જામજોધપુરના ઉંદરીયા નેસમાં મુળૂભાઈ કારાભાઈ મોરી ઉર્ફે ભકાભાઈ નામના શખ્સને દારૂની બોટલ સાથે પોલીસે દબોચી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh