Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બર દ્વારા યોજાયું વિકસિત ભારત સંકલ્પ સંમેલનઃ પ્રાસંગિક ઉદ્બોધનો

પ્રભારી મંત્રી, શિક્ષણ મંત્રી, મેયર, ધારાસભ્યોની ઉપસ્થિતિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ધન્વંતરિ ઓડિટોરિયમમાં અર્જુનભાઈ મોઢવાડીયા, મંત્રી વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન, પ્રધોગિકી વિભાગ તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રીમતી રિવાબા જાડેજા, મંત્રી પ્રાથમિક, માધ્યમિક અને પ્રોેઢ શિક્ષણ ગુજરાત રાજ્ય, જામનગરના મેયર, મોનિકાબેન વ્યાસ, શ્રીમતી રંજનબેન ડી. જીવાણી, પ્રમુખ જિલ્લા પંચાયત, જામનગર, ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ હાલારના સાંસદ પૂનમબેન માડમના માતુશ્રીનું દુઃખદ અવસાન પ્રસંગે ઉપસ્થિતો દ્વારા બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચેમ્બરના હોદ્દેદારો દ્વારા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, મેયર, મોનિકાબેન વ્યાસ, શ્રીમતી રંજનબેન ડી. જીવાણી, જિલ્લા પંચાયત, જામનગર, ધારાસભ્યો,  રાકેશભાઈ ડેર, ડે. મેયર ધીરેનભાઈ મોનાણી, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, અમરભાઈ મોદી, શાસક પક્ષના નેતા, પ્રવીણાબેન રૂપડિયા તથા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સુનિલભાઈ રાઠોડનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ચેમ્બર પ્રમુખ રમણીક ભાઈ પી. અકબરીએ ઉપસ્થિતોનું સ્વાગત-અભિવાદન કરતા જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમના ૧૨ વર્ષના શાસનકાળ દરમ્યાન ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર સરકાર દ્વારા દેશના છેવાડાના માતવી સુધી વિશ્વાસ અને વિકાસ પહોંચાડવા માટે અનેક વિધ યોજનાઓ જાહેર કરેલ છે. જેમાં ચાર કરોડથી વધુ પી.એમ. આવાસ યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, ઈન્ફ્રાસ્ટ્રકચરનો વ્યાપ જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ સ્વચ્છ ભારત મિશન અને નાના માણસોના આરોગ્ય માટે આયુષમાન ભારત આરોગ્ય યોજના જેવી વિવિધ યોજનાઓ જેમાં ખાસ કરીને જીએસટીમાં રીફોર્મ્સ કરીને ચાર સ્લેબમાંથીના બે સ્લેબ કરેલ છે. આમ, દેશને વિકાસશીલ અને ગતિશીલ બનાવવાના અથાગ પ્રયત્નો કરે છે. જેમાં આપણે સૌ પ્રબુદ્ધ નાગરિકોએ પણ વડાપ્રધાનને સહયોગ કરી દેશના વિકાસમાં સહભાગી થવું જોઈએ. ચેમ્બરના માનદ મંત્રી કૃણાલભાઈ વી. શેઠે ચેમ્બરનો પરિચય આપ્યો હતો. તેમજ ચેમ્બર દ્વારા વેપાર-ઉદ્યોગને લગત કરવામાં આવતી રજૂઆતો પરત્વે કેન્દ્ર સરકાર, રાજય સરકાર તથા સ્થાનિક સ્તરે હકારાત્મક પ્રતિભાવ મળતો રહે છે. ત્યાર બાદ શ્રીમતી બીનાબેન કોઠારી, શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીએ તેમના પ્રવચનમાં દેશના વડાપ્રધાનએ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા ૧૨ વર્ષમાં કરવામાં આવેલ સિદ્ધિઓને વર્ણવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્રના બજેટમાં માતૃશક્તિ, યુવાશક્તિ, ખેડૂતો અને ગરીબ, મજુર અને કારીગર વર્ગ માટે આ ાર આયામોને કેન્દ્રસ્થાનમાં રાખી અને દેશનું બજેટ નિર્ધારિત કરવામાં આવે છે. ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા દંતકથા સમાન બની ગઈ છે. છેલ્લા ૧૨ વર્ષમાં ભારતે સાબિત કર્યું કે આધુનિકતા એન સાંસ્કૃતિક ચેતનાની સાથે સાથે વિકાસ પણ થઈ રહયો છે. રામ મંદિરનું નિર્માણ, ચારધામ યાત્રા, મહાકાલેશ્વર મંદિરના જીર્ણોદ્ધારની વાત હોય કે સોમનાથ સ્વાભિમાન પર્વ થકી આપણી સંસ્કૃતિ જીવંત રહી છે. કન્યા કેળવણી દ્વારા બાળકીઓના શિક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. જ્યારે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય સુવિધાઓના વિસ્તરણથી સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણને વેગ મળ્યો છે. સાથે જ વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ જેવા કાર્યક્રમો દ્વારા પ્રકૃતિના જતન અને હરિત વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે દેશના ઈતિહાસ સાથે ભાવિ પેઢી કેવી રીતે મજબૂરીથી જોડાઈ શકે તે માટેનો સંકલ્પ કર્યો છે. આ તકે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ આપણા સાંસદ પૂનમબેન માડમના માતુશ્રીનું દુઃખદ અવસાન થયું હોવાથી સદ્ગતશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી. અને કહ્યું હતું કે સાંસદ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકેલ નથી, પરંતુ તેઓએ કાર્યક્રમને શુભકામના પાઠવી છે. કાર્યક્રમના અધ્યક્ષ અને પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા ૧૨ વર્ષમાં વિકાસ, સુશાસન, પારદર્શિતા અને જનકલ્યાણના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે. તે સફળતાપૂર્વક સાકાર થઈ યોજનાઓઓ લાભ પહોંચાડવાનો જે સંકલ્પ લેવામાં આવ્યો તે સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે. "સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ"ના મંત્ર સાથે કાર્ય કરતી કેન્દ્ર સરકારે ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અન વંચિત વર્ગના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવ્યું છે. જ્યારે આયુષ્માન ભારત યોજના દ્વારા ગરીબ પરિવારોને આરોગ્ય સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થયું છે. સ્વ્ચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ સર્જાય છે. અને દેશના લાખો ગામો તથા શહેરોમાં સ્વચ્છતાનું નવું વાતાવરણ ઊભું થયું. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને પાકા મકાનો મળ્યા. જ્યારે જલ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં પીવાના શુદ્ધ પાણીની સુવિધા પહોંચાડવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગર જિલ્લો આજે ઔદ્યોગિક, પર્યટન, બંદર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનો લાભ જિલ્લામાં લાખો નાગરિકોને મળી રહ્યો છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ છે. આગામી વર્ષોમાં ભારત આત્મનિર્ભર, સમુદ્ધ, સ્વચ્છ, સશક્ત અને વિશ્વમાં અગ્રણી સ્થાન ધરાવતું હશે. આવનારા સમયમાં પણ વિકાસની આ ગતિને વધુ વેગવાન બનાવીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આવશે. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિશેષ સિદ્ધિ મેળવેલ નાગરિકો અને સંસ્થાઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતા. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારો દ્વારા મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો તથા ચેમ્બર સંલગ્ન એસોસિએશનના પ્રમુખ તથા કારોબારી સમિતિના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન ચેમ્બરના ઉપ પ્રમુખ અજેશભાઈ વી. પટેલે કર્યું હતું. ત્યારબાદ સભાગૃહમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh