Advertisement
Author: નોબત સમાચાર

પશુઓમાં મસ્ટાઈટીસ રોગ સામે સજાગ બનવા જિલ્લા પશુપાલન વિભાગની અપીલ

તાત્કાલિક સારવાર માટે ૧૯૬૨ સેવાનો લાભ લેવોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગર જિલ્લામાં પશુઓમાં દૂધ ઉત્પાદનને વ્યાપક અસર કરતા મસ્ટાઇટીસ (આંચળનો સોજો) રોગ અંગે પશુપાલકોને સાવચેત અને સજાગ રહેવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસ જેવા દુગ્ધાળુ પશુઓમાં જોવા મળે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સાથે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સમયસરની કાળજી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આ રોગનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે.

આ રોગના મુખ્ય લક્ષણો વિશે વિગતો આપતા પશુપાલન વિભાગે જણાવ્યું છે કે, મસ્ટાઇટીસ થવા પર પશુના આંચળમાં સોજો આવે છે, અસહૃા દુખાવો થાય છે અને અડવાથી આંચળ ગરમ લાગે છે. આ ઉપરાંત, દૂધનો રંગ બદલાઈ જવો, દૂધમાં લોહી કે પરુની ગાંઠો પડવી અથવા દૂધની માત્રામાં એકાએક મોટો ઘટાડો થવો વગેરે આ રોગના પ્રાથમિક લક્ષણો છે. આવા લક્ષણો જણાયે પશુપાલકોએ તુરંત જ તબીબી સલાહ લેવી હિતાવહ છે.

પશુપાલકોને પશુ ધનની સુરક્ષા માટે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવા વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છેઃ

- પશુ દોહન કરતાં પહેલાં અને પછી પશુપાલકે પોતાના હાથ તથા પશુના આંચળને જંતુનાશક પ્રવાહી મિશ્રિત પાણીથી બરાબર સાફ કરવા.

- દોહન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણો અને સાધનોને નિયમિત રીતે સ્વચ્છ રાખવા.

- પશુઓના રહેઠાણ અને ગમાણમાં કાદવ-કિચડ ન થાય અને સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવું.

- બીમાર પશુને અન્ય તંદુરસ્ત પશુઓથી તુરંત જ અલગ રાખવું, જેથી ચેપ ફેલાતો અટકાવી શકાય.

- પશુમાં રોગનું કોઈપણ પ્રાથમિક લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી પશુ દવાખાના અથવા '૧૯૬૨' હરતા-ફરતા પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh