Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલમાં માછીમારી પ્રતિબંધિત કરાઈ છેઃ
જામનગર તા. ૭: જામનગરના બેડીબંદર પર ગઈકાલે પોલીસે માછીમારી માટે ગયેલા બે માછીમારને પકડી પાડ્યા હતા. હાલમાં ચોમાસાની સિઝન દરમિયાન માછીમારી પ્રતિબંધિત કરવામાં આવી છે.
જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાલમાં ચાલી રહેલી ચોમાસાની સિઝન (મોન્સુન વેકેશન) દરમિયાન દરિયામાં માછીમારી કરવા જવા સામે પ્રતિબંધ મૂકાયો હોવા છતાં માછીમારી કરવા જતી બોટોને પકડવા કાર્યવાહી શરૂ કરાઈ છે.
જેમાં ગઈકાલે જીજે-૧૦-એમએમ ૪૦૪ર નંબરની તથા ઝમઝમ નામ ધરાવતી બોટ મળી આવી હતી. બોટના ટંડેલ બશીર સંઘાર સામે કાયદા મુજબ કાર્યવાહી કરાઈ છે. તે ઉપરાંત બેડીનો હનીફ બિલાલ સુંભણીયા પણ પોતાની બોટ સાથે માછીમારી માટે ગયો હોવાનું જણાઈ આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial