Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના જોડિયામાં એક, લાલપુરમાં પોણો ઈંચ વરસાદ

મોટા પાંચ દેવડામાં બે ઈંચ વરસ્યો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: હાલાર પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે માત્ર હળવો વરસાદ થયો હતો. જોડિયમાં એક ઈંચ લાલપુરમાં પોણો અને હાલારના અન્ય તાલુકામાં હળવો વરસાદ થયો હતો, જો કે દ્વારકા અને કલ્યાણપુરમાં હજુ મેઘરાજાએ હાજરી આપી નથી, જો કે જામનગર જિલ્લાના અમુક ગામડામાં એકથી બે ઈંચ વરસાદ નોંધાયો હતો.

આજે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં જામનગરમાં ૪ મી.મી., જોડિયામાં ર૩ મી.મી., ધ્રોળમાં ૧૧ મી.મી., કાલાવડમાં ૧૩ મી.મી., લાલપુરમાં ર૦ મી.મી. અને જામજોધપુરમાં ૩ મી.મી. વરસાદ થયો હતો.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં મોટી બાણુંગારમાં રપ મી.મી., જામવણંથલીમાં ૧૦ મી.મી., મોટી ભણસાલમાં ૧૦ મી.મી., અલિયાબાડામાં ૧ર મી.મી., હડિયાણામાં ૩૦ મી.મી., બાલંભામાં ૧પ મી.મી., જાળિયા દેવાણીમાં રર મી.મી., ભલસાર બેરાજામાં ૧૦ મી.મી., નવાગામમાં ૧પ મી.મી., મોટા પાંચદેવડામાં ૪૮ મી.મી., જામવાડીમાં ૧ર મી.મી., મોટા ખડબામાં ૧૦ મી.મી. વરસાદ છેલ્લા ર૪ કલાકમાં નોંધાયો છે.

જામનગર શહેરમાં ગત્ રાત્રે વરસાદ શરૂ થયો હતો, પરંતુ માત્ર થોડી જ મિનિટમાં વિરામ લીધો હતો.

બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં ગત્ રાત્રે વીજ પુરવઠો ખોરવાયો હતો, જે મોડેથી પૂર્વવત થયો હતો. આજે પણ વરસાદી માહોલ જળવાયો છે અને લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર બે તાલુકામાં હળવા ઝાપટાં વરસ્યા છે. જેમાં ખંભાળિયામાં ૯ મી.મી. અને ભાણવડમાં પાંચ મી.મી. વરસાદ થયો છે, જ્યારે દ્વારકા અને કલ્યાણપુરમાં હજુ મેઘરાજાની પધારમણી થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh