Advertisement
Author: નોબત સમાચાર

જોધપુરના અમનરાવ ૮૫૦ કિ.મી.નું અંતર સાયકલ પર કાપીને પહોંચ્યા દ્વારકાઃ દર્શન કર્યા

જગતમંદિરમાં શિશ ઝુકાવી ધન્યતા વ્યકત કરી

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૩: શ્રદ્ધા અડગ હોય અને મનમાં સંકલ્પનું બળ હોય તો લાંબામાં લાંબો પંથ પણ પાર થઈ જાયઆ વાતને જોધપુરના યુવાન અમનરાવ સરેચાએ પોતાની સાયકલયાત્રાથી સાર્થક કરી છે. જોધપુર જિલ્લાના લૂણી ક્ષેત્રના સરેચા ગામના અમન રાવે ૮૫૦ કિલોમીટરથી વધુનું અંતર સાયકલ પર કાપીને દ્વારકા પહોંચવાનો પોતાનો અનોખો સંકલ્પ પૂર્ણ કર્યો છે.

સરેચા ગામથી શરૂ થયેલી આ કપરી યાત્રામાં અમન રાવે સાયકલના પૈડાં સાથે પોતાની શ્રદ્ધા અને મનોબળને સતત આગળ ધપાવ્યાં હતાં. લાંબી સફર પૂર્ણ કરીને દ્વારકા પહોંચ્યા બાદ તેમણે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણે શિશ નમાવ્યું હતું. ઠાકોરજીનાં દર્શન થતાં જ લાંબી યાત્રાનો થાક ઓસરી ગયો અને સંકલ્પ પૂર્ણ થયાની ધન્યતા તેમના ચહેરા પર સ્પષ્ટ ઝળકતી જોવા મળી હતી.

દ્વારકાધીશના આંગણે પહોંચેલા અમનરાવની આ યાત્રા માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ શ્રદ્ધા, હિંમત અને સંકલ્પશક્તિનું પ્રેરક ઉદાહરણ બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh