Advertisement
Author: નોબત સમાચાર

ગેસની પાઈપલાઈનમાં જમીનનું ખેડૂતોને યોગ્ય વળતર આપવા ધારાસભ્ય મૂળુભાઈ બેરા ગાંધીનગર દોડયા

કિસાન કોંગ્રેસની રેલી અને ખેડૂતોના આક્રોશ પછી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે જી.એસ.પી.એલ. કંપની દ્વારા પાઈપલાઈન નાખવાનું કામ થતુ હોય, તાજેતરમાં આ કામ ખેડૂતો દ્વારા અટકાવવામાં આવતા પોલીસ બોલાવવી પડી હતી તથા ખેડૂતો અને કિસાન કોંગ્રેસ દ્વારા આ બાબતે રેલી કાઢીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પણ આપેલું ત્યારે ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા તેમને સરપંચો તથા આગેવાનોની રજૂઆતો મળતા ગાંધીનગર દોડી જઈને રજૂઆત કરી હતી.

ધારાસભ્ય મૂળુભાઈ બેરા દ્વારા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી ઋષીકેશ પટેલ તથા જે કંપની આ લાઈનોનું કામ કરે છે તે ગુજરાત સરકારની જ કંપની હોય જી.એસ.પી. એલ.ના મેનેજીંગ ડાયરેકટર અવંતિકાબેનને રૂબરૂ રજૂઆતો કરી હતી તથા રાજ્યના મુખ્ય સચિવને પણ રજૂઆત કરીને જ્યાં લાઈન નખાય છે તે ખેડૂતોને ઝડપી અને યોગ્ય વળતર ચૂકવવા તથા ખેડૂતોના હિતને અગ્રીમતા આપવા સ્પષ્ટતા સાથે રજૂઆતો કરતા ઊર્જામંત્રી, કંપની તથા સચિવ દ્વારા યોગ્ય કરવા ખાતરી અપાઈ હતી.

જે જી.એસ.પી.એલ કંપનીની પાઈપલાઈનો નાખવા સામે વિરોધમાં આવેદનપત્ર કામ અટકાવવા આપ્યું છે તે કંપનીના મુખ્ય જવાબદાર અધિકારીઓ ખંભાળીયા આવીને ખેડૂતોને સ્થળ પર મળીને તેમની રજૂઆતો, વાતો, તથા માંગણીઓ સાંભળીને પછી જ આગળ કાર્યવાહી કરશે.

ખેડૂતોને ગેરમાર્ગે દોરાવાય છે

ખરેખર આ વિરોધમાં ખેડૂતોને ગેરમાર્ગે દોરાતા હોવાની મહત્ત્વની બાબત સામે આવી છે તથા રાજકીય રંગ આપીને પોતાના હેતુ પાર પાડવા કાર્ય થતું હોય તેવું છે.

ખરેખર કંપની જે જમીનનો ઉપયોગ પાઈપલાઈન નાખવા કરવાની છે તે જમીનો માટે એવી રજૂઆતો થઈ કે કંપની વીઘાના માત્ર ૩૨ લાખ આપે છે પણ હાઈ-વે ટચ જમીનના બે-ત્રણ કરોડ છે !! તો મહત્ત્વનું છે કે કંપની માત્ર ત્રણ મહિના માટે જ ઉપયોગ કરવા આ પાઈપલાઈનો નાખી રહી છે એન ત્રણ મહિના જે પાક આ જમીન પર ના વાવી શકાય તેનું વળતર આપશે અને ત્રણ મહિના પછી ફરીથી ખેડૂતો ઉપયોગ કરી શકશે તથા તે હતી એવી કરી દેવાશે.

બીજું કે, જો ત્રણ મહિનાથી થોડો સમય પણ કામ ચાલ્યું અને ખેડૂતોની જમીન ઉપયોગમાં આવી તો બે દિવસ કામ ચાલે તો પણ ત્રણ માસના પાકનું વળતર ખેડૂતોને આપવામાં આવનાર છે.

ખેડૂતોને ચેક દેવાના બદલે તેમના ખાતા નંબરો નામ લઈને સીધા તેમના ખાતામાં નાણા ટ્રાન્સફર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ચેકમાં નાણાનો વિલંબ ન થાય.

અગાઉ કંપનીએ જ્યાં કામો કરેલા ત્યાં વળતર માટે ઢોલ વગડાવીને નાણા ચૂકવ્યા છે. જેથી ખેડૂતોને આ કંપનીના પાઈપલાઈન નાખવાના કાર્યમાં ગૂમરાહ કરાતા હોવાનું પણ સામે આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh