Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની બોલાચાલીનો ખાર કઢાયોઃ
દ્વારકા તા. ૨૩: દ્વારકા નજીકના રૂપેણ બંદરના દાતારી ચોકમાં ગઈકાલે અગાઉની બોલાચાલીનો ખાર રાખી એક યુવાન પર ચાર શખ્સે ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો.
દ્વારકાથી ઓખા તરફના માર્ગ પર આવેલા રૂપેણ બંદર વિસ્તારમાં દાતારી ચોકમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખી અસલમ ઈસબાની નામના યુવાન પર એજાઝ લુચાણી, નીઝામ લુચાણી, અફઝલ તથા ઉમર લુચાણી નામના ચાર શખ્સે ધોકા, ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો.
અગાઉ એક દુકાન પાસે સામસામે જોવાની બાબતે ઝઘડો થયા પછી તેનું મનદુખ રાખી ચારેય શખ્સે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત અસલમને માર માર્યાે હતો. પોલીસમાં તેની ફરિયાદ કરાતા પીએસઆઈ એન.એસ. ગોહિલે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial