Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સે છરીથી ઈજા કરી, બેએ ઢીકાપાટુ વરસાવ્યાઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક વૃદ્ધ પોતાના મામાના દીકરા સામે કરાયેલા ભરણપોષણના કેસમાં અદાલતમાં આવતા જતા હોવાથી તેનો ખાર રાખી મંગળવારની રાત્રે ચાર શખ્સે હુમલો કર્યાે હતો. જેમાં બે શખ્સે છરીથી ઈજા કરી હતી અને બે શખ્સે ઢીકાપાટુથી માર માર્યાે હતો.
જામનગરના ગુલાબનગર સામે દયાનંદ સોસાયટીમાં રહેતા લવજીભાઈ બચુભાઈ નકુમના મામાના દીકરા સન્ની સામે તેના પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યાે હતો. તે કેસની મુદ્દતે લવજીભાઈ અવારનવાર તેની સાથે કોર્ટમાં જતા હતા.
આ બાબતનો ખાર રાખી મંગળવારની રાત્રે સત્યસાઈનગર ૫ાસે લવજીભાઈ પર વિજય લવજીભાઈ કણઝારીયાએ છરીથી હુમલો કર્યાે હતો. આ વેળાએ ટીના ભરવાડે પણ છરી મારી હતી. વસંત ઉર્ફે છોટુ તથા સાહિલ વિજયભાઈએ ઢીકાપાટુથી માર માર્યાે હતો અને વિજય લવજીભાઈએ ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial