Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૭ લાખ પ૮ હજારના ચેક પરતના કેસમાં પાંચ વર્ષની કેદ તથા વળતરનો હુકમ યથાવત્

આરોપીએ નીચેની કોર્ટના હુકમ સામે કરી હતી અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના એક આસામીને ચેક પરતના પાંચ કેસમાં અદાલતે પાંચ વર્ષની કેદ અને રૂ।.૭ લાખ પ૮ હજાર વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યાે હતો. તે હુકમ સામે ઉપલી કોર્ટમાં અપીલ કરાઈ હતી. ત્યાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.

જામનગરના નટવરલાલ કાકુભાઈ કોટેચા નામના આસામી પાસેથી તેના મિત્ર ભરતભાઈ ગોગનભાઈ વાછાણીએ પોતાના ધંધા માટે રૂ।.૭ લાખ પ૮ હજાર હાથઉછીના મેળવ્યા હતા અને તે રકમ પરત આપવા પાંચ ચેક આપ્યા હતા.

તે ચેક બેંકમાંથી પરત ફરતા નટવરલાલે અદાલતમાં પાંચ ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે તમામ કેસમાં એક-એક વર્ષની કેદની સજા ફટકારી હતી અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે આરોપીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી.

તે અપીલ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફરિયાદી સાથે કોઈ વ્યવહાર થયો નથી, આ રકમ આપવા માટે ફરિયાદી સક્ષમ નથી. ટ્રાયલ કોર્ટમાં તેઓએ કોઈ સાબિતી રજૂ કરી નથી. તેથી આરોપીને છોડવા હુકમ કરવા રજૂઆત કરાઈ હતી તેની સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, આરોપીએ આ ચેક પોતાનો હોવાનું કબૂલ્યું છે, સહી પણ તેઓની છે. ચેક ફર્યાે તે સાબિત થયું છે. તેથી વધુ કંઈ હકીકત સાબિત કરવાની બાકી રહેતી નથી. આરોપી પક્ષ જે બચાવ રજૂ કરે તેના સચોટ અને સબળ પુરાવા રજૂ આરોપી પક્ષે કરવાના હોય છે. આ કેસમાં તે રજૂ થયા નથી અદાલતે બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી આરોપીની સજા તથા વળતરનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh