Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પટમાંથી રૂ।.૨૧૮૦ રોકડા કબજે કરાયાઃ
જામનગર તા. ૨૩: જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં ગઈકાલે સાંજે પોલીસે પાડેલા દરોડામાં છ પત્તાપ્રેમી તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. જ્યારે લાલપુરની નાંદુરી ચોકડી પાસેથી વર્લીબાજ મળી આવ્યો હતો.
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં દલિતવાસમાં ગઈકાલે સાંજે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા તે સ્થળે તીનપત્તી રમતા જયેશ મનસુખભાઈ ખાણીયા, રાકેશ મનસુખભાઈ ખાણીયા, દશરથ મેઘજીભાઈ સીંગરખીયા, મનસુખભાઈ કારાભાઈ ખાણીયા, ચંદુભાઈ વીરાભાઈ મકવાણા, નથુભાઈ સાજણભાઈ સાગઠીયા નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૨૧૮૦ રોકડા કબજે કરાયા છે.
લાલપુર શહેરની નાંદુરી ચોકડી પાસેથી ગઈકાલે સાંજે રમેશભાઈ મગનભાઈ મકવાણા નામના શખ્સને વર્લીના આંકડા લખતા પકડી લેવામાં આવ્યા છે. રોકડ તથા વર્લીનું સાહિત્ય કબજે કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial