Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાટીયા પાસે બાઈક સ્લીપ થતાં ફંગોળાયેલા યુવાનનું સારવારમાં થયું મૃત્યુ

વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના કનસુમરા પાટીયા પાસે સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે એક બાઈક સ્લીપ થતાં તેના ચાલક બેભાન થઈ રોડ પર પડ્યા હતા. તેઓને ૧૦૮માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પછી રાજકોટ લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા રફીકભાઈ દોસમામદ જેમલાણી નામના રિક્ષા ડ્રાઈવર ગઈ તા.૧૭ના દિને જીજે-૧૦-એજી ૭૫૦ નંબરના બાઈકમાં કનસુમરા પાટીયા પાસેથી રાત્રે સાડા દસેક વાગ્યે પસાર થતા હતા.

આ વેળાએ કોઈ રીતે તેઓનું બાઈક સ્લીપ થતાં રોડ પર પછડાયેલા રફીકભાઈ માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા થવાથી બેભાન બની ગયા હતા. ત્યારપછી તેઓને નીહાળી કોઈએ ૧૦૮ને કોલ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી. જેમાં રફીકભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલ અને વધુ સારવાર માટે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઈમ્તિયાઝભાઈ દોસમામદ જેમલાણીએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh