Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મરીન સેન્ચ્યુરીમાં કચરાના નિકાલનો વિવાદઃ
જામનગર તા. ૨૩: મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ્સ દ્વારા મરીન સેન્ચ્યુરીમાં છોડવામાં આવેલા કેમિકલવાળા કચરા અંગેના વિવાદમાં હાઈકોર્ટમાં ગઈકાલે વધુ સુનાવણી થઈ હતી. જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ થયા પછી ત્રણ મહિના પછીની સુનાવણી મુકર્રર કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ દ્વારા મરીન સેન્ચ્યુરીમાં છોડવામાં આવેલા કેમિકલ કચરાને તાત્કાલિક બંધ કરી દેવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ હુકમ કરાયો હતો. તે પછી ગઈકાલે હાથ ધરાયેલી વધુ સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી વિગત આપવામાં આવી હતી કે, નેશનલ એનવાયરમેન્ટલ એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા પર્યાવરણના થયેલા નુકસાન અને વળતર બાબતે એસએસમેન્ટ કરવામાં આવશે અને તે માટે વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
હાઈકોર્ટે આ કેસમાં પ્રગતી અંગેનો અહેવાલ અને ઈન્સ્ટિટયૂટના રિપોર્ટને રજૂ કરવા સુચના આપી છે. ત્રણેક મહિનામાં આવી જનારા રિપોર્ટ પછી અદાલત વધુ સુનાવણી કરશે. તે ઉપરાંત જીપીસીબી દ્વારા ત્રણ-ત્રણ વખત બંધ કરાયેલા કચરાના નિકાલની ચેનલનું નિરીક્ષણ કરાયું છે અને હવે ટાટા કેમિકલ દ્વારા જૂની તથા ખૂલી ચેનલનો ઉપયોગ કરાતો નથી તેમ જણાવાયું હતું. હાઈકોર્ટે નિયમિત નિરીક્ષણ કરવા પર નિર્દેશ આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial