Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.પી.-ડી.વાય.એસ.પી.ની પ્રેરક પહેલ
દ્વારકા તા. ૨૩: દ્વારકા પોલીસના ફરજનિષ્ઠ કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરાયા હતાં. એસપી જયરાજસિંહ વાળા અને ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ તેઓએ બજાવેલી ઉત્કૃષ્ટ કામગીરીને પીઆઈ એમ.જી. જાડેજાએ બિરદાવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવતા તેમને સન્માનપત્ર અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજ દરમિયાન બજાવેલી સરાહનીય કામગીરીની પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. જાડેજાએ વિશેષ નોંધ લીધી હતી. પોલીસ સ્ટેશનમાં આયોજિત સન્માન પ્રસંગમાં પીઆઈ જાડેજાના હસ્તે કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરી તેમની ફરજનિષ્ઠા અને જવાબદારીને બિરદાવવામાં આવી હતી.
આ પ્રસંગે પીઆઈ એમ.જી. જાડેજાએ જણાવ્યું હતું કે, કર્મચારીઓની સારી કામગીરીને મળતું સન્માન માત્ર તેમની મહેનતની કદર પૂરતું નથી રહેતું, પરંતુ સમગ્ર પોલીસ પરિવારને પોતાની ફરજ વધુ જવાબદારી અને સમર્પણથી નિભાવવા માટે પ્રેરણા આપે છે. તેમણે સન્માનિત કર્મચારીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ આનાથી વધુ સુંદર કામગીરી કરવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પોલીસ વિભાગની કામગીરીમાં શિસ્ત, ટીમવર્ક અને જનસેવા પ્રત્યેની નિષ્ઠાનું વિશેષ મહત્ત્વ છે. દ્વારકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળેલા આ સન્માને ખાખી વર્દી સાથે સતત જવાબદારીથી ફરજ બજાવતા કર્મચારીઓની મહેનતને માન આપ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial