Advertisement
Author: નોબત સમાચાર

પેપરલીકના કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટની ઘોષણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૩: પેપરલીકના કેસોમાં કડક વલણ અનાવતા પ્રધાનમંત્રી મોદીએ ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાત કરી છે, અને સંબંધિત અધિકારીઓને આના પર તાત્કાલિક કામ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાનુ કહ્યું છે કે, દેશના યુવાનોનું કલ્યાણ અને ભવિષ્ય સરકારની ટોચની પ્રાથમિક્તા છે અને આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવી રહેલા પગલાંઓની શ્રેણીનો એક ભાગ છે.

નીટ પેપરલીકને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સરકારે યુવાનો અને વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે પેપરલીકના કેસોની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કરવામાં આવશે જેથી ઝડપી ટ્રાયલ અને દોષિતોને કડક સજા હળે. તેમણે કહ્યું કે પેપરલીકમાં સામેલ લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

તેમણે સંબંધિત વિભાગોને આ દિશામાં જરૂરી પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે દેશના યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિક્તા છે.

પીએમ મોદીએ જણાવ્યું કે તેમણે આ સંદર્ભમાં સંબંધિત અધિકારીઓ અને વિભાગોને જરૂરી સૂચનાઓ આપી દીધી છે. તેમને આ નિર્ણયને અમલમાં મૂકવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ આને વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓની શ્રેણી તરીકે વર્ણવ્યું. તેમણે કહ્યું કે આ નિર્ણય તેમના હિતોનું રક્ષણ કરવા માટે સરકારના ચાલુ પ્રયાસોનો એકે ભાગ છે.

પીએમ મોદીએ તેમના નિવેદનમાં સ્પષ્ટ ચેતવણી પણ આપી, તેમણે કહ્યું કે જે લોકો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરે છે તેમને બક્ષવામાં આવશે નહીં.

પેપરલીક યુવાનો માટે ચિંતાનો વિષય બન્યો હોવાથી, વડાપ્રધાનની સોશિયલ મીડિયા પોસ્ટને વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે આવકારદાયક રાહત તરીકે જોવામાં આવી રહી છે. સરકારનું કહેવુંછે કે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપનાથી આવા કેસોમાં ઝડપી નિર્ણયો સુનિશ્ચિત થશે અને દોષિતોને કડક સજાનો માર્ગ મોકળો થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh