Advertisement
Author: નોબત સમાચાર

શિયાળાની ઋતુમાં પ્રથમ વખત ઠંડીનો પારો ઘટીને ૧૨ ડિગ્રી સેલ્શીયસ

દ્વારકા જિલ્લામાં હાડ ગગડાવતી ઠંડીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૦: આ વર્ષે શિયાળાની મોસમમાં ગઈકાલે ખંભાળીયા સહિત દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત ઠંડીનો પારો તાપમાન ૧૨ ડિગ્રી થતાં અને સવાર-સાંજ ઠંડો પવન નીકળતા સિઝનમાં પ્રથમ વખત આવી ઠંડીથી લોકો થરથરી ગયા છે.

વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળતા લોકોમાં ઘટાડો થયો છે. અને મોડા વોકીંગમાં જવાનું શરૂ કર્યું છે. બજારો સવારે આઠ ને બદલે નવ-દસ વાગ્યે શરૂ થવા માંડી છે અને રાત્રે  નવ વાગ્યાથી જ બજારોમાં સોંપો પડી જતો હોય, દુકાનદારો પણ ઝડપથી દુકાનો બંધ કરી ઘરે પહોંચી જાય છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય આવી ઠંડી ના પડી હોય, બેગમાં ભરેલા ગરમ કપડા, સ્વેટરો, શાલ કાઢી લોકો ઠંડી સામે સજ્જ થવા લાગ્યા છે. અનેક સ્થળે સવારે તથા રાત્રે લોકો તાપણાં કરવા લાગ્યા છે.

ઠંડીના કારણે શિયાળુ પાકને સારો ફાયદો થવાનું અનુમાન છે. લાંબા સમય પછી આવી ઠંડી નીકળતા લોકોને આનંદ થયો છે. તો શિયાળાની ઠંડીમાં ખંભાળીયાના પ્રસિદ્ધ રીંગણાના ઓરા-રોટલાની જયાફતો પણ થવા લાગી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh