Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મિત્ર વિરૂદ્ધ જુબાની આપનાર આરંભડાના યુવકને મળી ધમકીઃ
જામનગર તા. ૧૦: જામનગરના ગોકુલનગરમાં એક યુવાનને પાડોશી મહિલા તથા બે શખ્સે અવારનવાર થતી બોલાચાલી પછી ગઈકાલે બપોરે ગાળો ભાંડી માર મારવા ઉપરાંત ગળામાંથી સોનાનો ચેઈન બળજબરીથી કઢાવી લીધો હતો અને આ યુવાનના બે મોબાઈલ તોડી નાખ્યા હતા. જ્યારે ઓખામંડળના મીઠાપુર નજીકના આરંભડાના એક યુવાને પોતાના અગાઉના મિત્ર વિરૂદ્ધ કોર્ટમાં આપેલી જુબાનીનો ખાર રાખી ગુરૂવારે આ યુવાનને રસ્તા વચ્ચે રોકી ગાળો ભાંડવા ઉપરાંત પતાવી દેવાની ધમકી અપાઈ હતી.
જામનગરના ગોકુલનગરમાં આવેલી ભાગ્યોદય સોસાયટીમાં વસવાટ કરતા સંજય જીવણભાઈ પોરીયા નામના આસામીને તેમની પાડોશમાં જ રહેતા ભીમભાઈ ઉર્ફે સરપંચ, પ્રેમીલાબેન તથા નવીન ગોરી સાથે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી.
તેનો ખાર રાખી ગઈકાલે બપોરે સંજય પર ઉપરોક્ત ત્રણેય વ્યક્તિએ ઢીકાપાટુથી હુમલો કરી ગાળો ભાંડવા ઉપરાંત ભયમાં મૂકી સંજયના ગળામાંથી સોનાનો ચેઈન બળજબરીપૂર્વક લઈ લીધો હતો અને સંજયના બે મોબાઈલ તોડી નાખ્યા હતા. સિટી સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડામાં રહેતા વેજાભાઈ સાજણભાઈ હાથીયા નામના યુવાનને ગયા સોમવારે સવારે રોકી નાંગેશ વેગડા ઉર્ફે નક્ષ નામના શખ્સે મારા કેસમાં જુબાની કેમ આપી હતી, તને જોઈ લઈશ તેમ કહ્યા પછી ગુરૂવારે રાત્રે રસ્તામાં આડુ બૂલેટ રાખી દઈ ગાળો ભાંડ્યા પછી પતાવી દેવાની ધમીક આપી હતી.
અગાઉ વેજાભાઈ તથા નક્ષ મિત્રો હતા તે દરમિયાન વર્ષ ૨૦૨૩માં નક્ષ કોઈ યુવતીને ભગાડી ગયો હતો અને તેની હત્યા કરી હતી. જે બાબતની મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તે કેસમાં વેજાભાઈએ જુબાની આપી હતી અને તે કેસમાં નક્ષનો છૂટકારો પણ થયો હતો. ત્યારપછી નક્ષ તે મારા કેસમાં જુબાની કેમ આપી તેમ કહી અવારનવાર હેરાન પરેશાન પણ કરતો હતો. મીઠાપુર પોલીસે નક્ષ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial