Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં ગાંજાના જથ્થાની ડિલિવરી આપવા આવનાર તથા બે રીસીવરની ૩૮૦૦ ગ્રામ ગાંજા સાથે કરાઈ અટકાયત

એસઓજીએ ત્રણેય શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાવ્યો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના મોટી ખાવડી ગામમાં મચ્છી માર્કેટ પાસેથી ગઈકાલે એસઓજીએ બિહાર રાજ્યના એક શખ્સને ૩૮૦૦ ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો છે. તેની પાસેથી મોબાઈલ, વજનકાંટો પણ મળી આવ્યા છે. આ શખ્સ વેચાણ માટે ગાંજો લઈને આવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખૂલ્યા પછી તેની પાસેથી ગાંજાનો જથ્થો લેવા આવનાર બે રીસીવરના નામ પણ મળતા બંનેની અટકાયત કરી લેવાઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ પાસે એક શખ્સ ગાંજાનો જથ્થો આપવા માટે આવી રહ્યો છે તેવી બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના બળભદ્રસિંહ, વિરેન્દ્રસિંહ, મયુરરાજસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ એલ.એમ. જેર, એ.વી. ખેરના વડપણ હેઠળ એલસીબી ટીમે ગઈકાલે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન મોટી ખાવડી પાસે વિનાયક પેટ્રોલપંપ પાસે મચ્છી માર્કેટ નજીકથી બિહાર રાજ્યના ચંપારણ (મોતીહારી) જિલ્લાના ભેડીહારી ગામનો મંજય ભાગરીત મહંતો નામનો શખ્સ એક બાચકા સાથે મળી આવ્યો હતો. તેની તલાશી લેવાતા બાચકામાંથી ત્રણ કિલો અને આઠસો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. એસઓજીએ રૂા.૧ લાખ ૯૦ હજારની કિંમતનો ગાંજો, મોબાઈલ, વજનકાંટો કબજે કરી આ શખ્સ સામે મેઘપર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ શખ્સની પૂછપરછમાં તેણે ઉપરોક્ત જથ્થો મૂળ બિહારના દરભંગા જિલ્લાના છતવન ગામના મહંમદફૈઝલ મહંમદમૂતુર્ઝા અંસારી તથા નવીન સાહેબ ચૌહાણ નામના શખ્સને આપવાનો હોવાની વિગતો ઓકી નાખતા મોટી ખાવડીમાંથી એસઓજીએ મહંમદફૈઝલ તથા નવીન સાહેબ ચૌહાણની પણ અટકાયત કરી લીધી છે. આ શખ્સો સામે પણ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh