Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારવાડી યુનિવર્સિટી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરશે
વાઇબ્રન્ટ ગુજરાતની સફળ પરંપરાને આગળ ધપાવતા હવે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ગુજરાત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (વીજીઆરસી)'ની યજમાન બનવા જઈ રહી છે. આ સમિટ ૧૧ થી ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાશે.
યુનિવર્સિટીએ આ અવસર સાથે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક મહત્ત્વાકાંક્ષી પહેલ પણ આગળ ધરી છે. મારવાડી યુનિવર્સિટીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને રૂ. ૧,૦૦૦ કરોડના રોકાણ માટેના સમજૂતીપત્રનો પ્રસ્તાવ સોંપ્યો છે. આ પ્રસ્તાવિત રોકાણનો હેતુ સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે વધુ પ્રતિષ્ઠિત બનાવવા માટે અદ્યતન શૈક્ષણિક માળખું ઊભું કરવાનો છે.
આ પ્રસ્તાવ અનુસાર યુનિવર્સિટીમાં નવી શૈક્ષણિક ઇમારતોનું નિર્માણ કરવામાં આવશે, જેમાં અદ્યતન લેબોરેટરીઝ, આધુનિક રમતગમત સુવિધાઓ અને નેક્સ્ટ-જનરેશન હોસ્ટેલ્સનો સમાવેશ થશે. તેની સાથે નવીન વિચારો અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૦૦૦ ચોરસ ફૂટનું 'ઇનોવેશન અને સ્ટાર્ટ-અપ કેન્દ્ર' સ્થાપવામાં આવશે. વર્કિંગ પ્રોફેશનલ્સ અને આંત્રપ્રિન્યોર્સ માટે કૌશલ્ય-વર્ધન તેમજ અપસ્કિલિંગને લક્ષ્યમાં રાખીને સતત શિક્ષણ (કન્ટિન્યુઇંગ એજ્યુકેશન) માટે અલગ શૈક્ષણિક બ્લોકની પણ યોજના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial