Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુર બીચ પર આવતીકાલે થશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી

સાંસદ-ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: ગુજરાતના પર્યટનની યશકલગીનું મોરપીંછ એવા સુંદર અને મનમોહક શિવરાજપુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ર૦ર૬ નું ભવ્ય અને ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તા. ૧૧ જાન્યુઆરી ર૦ર૬ સવારે ૧૦ કલાકે રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રવાસન વિભાગ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારૂ મહત્ત્વપૂર્ણ આયોજન છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઈન ધરાવતા પતંગો આકાશમાં ઊડાડવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ આકાશમાં ઊડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારા વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં સંભવતઃ સાંસદ શ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, ધારાસભ્યો સર્વેશ્રી મૂળુભાઈ બેરા, પબુભા માણેક સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh