Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠક, દર્શન- પૂજા- શૌર્યયાત્રા, રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત, અમદાવાદમાં મેટ્રોનું ઉદઘાટન
ગાંધીનગર તા. ૧૦: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સોમનાથ પહોંચશે. આવતીકાલે સોમનાથ અને રાજકોટ તથા સોમવારે અમદાવાદમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહ રાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહૃાા છે. તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાનના આ પ્રવાસમાં તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ આજે સાંજે સોમનાથ પહોંચશે. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારપછી, રાત્રે લગભગ ૮ વાગ્યે, વડાપ્રધાન 'ઓમકાર મંત્ર જાપ'માં ભાગ લેશે અને સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો પણ નિહાળશે.
તે પછી આવતીકાલ તા. ૧૧ જાન્યુઆરીએ, વડાપ્રધાન સવારે લગભગ ૯:૪૫ વાગ્યે શૌર્ય યાત્રામાં જોડાશે. આ યાત્રા સોમનાથ મંદિરની રક્ષા કરતા પોતાના પ્રાણોની આહુતિ આપનારા અસંખ્ય યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાઢવામાં આવે છે. ત્યારપછી, સવારે લગભગ ૧૦:૧૫ વાગ્યે, વડાપ્રધાન સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. સોમનાથના કાર્યક્રમો પછી, વડાપ્રધાન રાજકોટ જવા અને જનસભા રવાના થશે.
રાજકોટમાં તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત ક્ષેત્રીય સંમેલન'માં ભાગ લેશે. બપોરે લગભગ ૧:૩૦ વાગ્યે તેઓ ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ત્યારપછી બપોરે ૨ વાગ્યે, વડાપ્રધાન રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે અને જનસભાને પણ સંબોધિત કરશે.
આ પછી રાજકોટથી, વડાપ્રધાન અમદાવાદ જશે. સાંજે લગભગ ૫:૧૫ વાગ્યે, તેઓ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના સેક્ટર ૧૦થી મહાત્મા મંદિર સુધીના બાકીના હિસ્સાનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ૧૨ અને ૧૩ જાન્યુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. આવતીકાલે ૧૨ જાન્યુઆરીએ સવારે લગભગ ૯:૩૦ વાગ્યે, વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારપછી, સવારે ૧૦ વાગ્યે, બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
સવારે ૧૧:૧૫ વાગ્યાથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે. આ બેઠકોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ ચર્ચાઓમાં વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંરક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વડાપ્રધાન આજે સોમનાથમાં અને રવિવારે ગાંધીનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે. રાજકોટની રિજનલ સમિટમાં ૧૫૦૦થી વધુ એમઓયુ થશે.
વડાપ્રધાન મોદી તથા જર્મનીના ચાન્સેલર આગામી તા. ૧૨ જાન્યુઆરીએ અમદાવાદના ગાંધી આશ્રમ તથા સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મુલાકાત લેશે. જેને લઇને ટ્રાફિક વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. તા.૧૨મીએ સવારે ૭થી ૧૨ વાગ્યા સુધી વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમ રિવરફ્રન્ટનો આંબેડકર બ્રિજ સુધીનો સમગ્ર રોડ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વાહનચાલકો વાડજ સર્કલ થઇને ઉસ્માનપુરાથી ઇન્કમટેક્ષ થઇને ટાઉનહોલ અને ત્યાંથી પાલડી ચાર રસ્તા તરફ જઇ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial