Advertisement
Author: નોબત સમાચાર

સંગઠન પર્વ અંગે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ગુજરાત રાજય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આચાર્ય તથા સંચાલક મંડળથી માંડીને ક્લાર્ક, પટાવાળા સુધીના સંવર્ગના ૮૦ હજાર જેટલા કર્મચારીઓની તાલીમ પ્રશિક્ષણ વર્ગો તથા પર્યાવરણ ઝુંબેશના ભાગરૂપે બે લાખ જેટલા વૃક્ષો વાલીઓ, છાત્રો તથા સ્ટાફ અને લોકોના સહયોગથી કરવા બે માસનું આયોજન કરીને કામગીરી શરૂ થઈ હોય, આ કામગીરીની સમીક્ષા કરવા તથા માર્ગદર્શન માટે ગાંધીનગરમાં ખાસ બેઠક શૈક્ષણિક સંઘ સંકલન સમતિની યોજાઈ હતી.

સારસ્વત ભવન ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં રાજય સમિતિના હોદ્દેદારો ડો. શંકરસિંહ રાણા, એ.કે. ભરવાડ, સંજયભાઈ રાવલ, રાકેશભાઈ પંડ્યા, ભરતભાઈ ચૌધરી, પરેશભાઈ પટેલ, જશુભાઈ રાવલ, મીતેશભાઈ મોદી, પરસોત્તમભાઈ સોનારા સહિત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તથા વિવિધ સંઘોના સો થી વધુ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમને સંગઠન પર્વ તથા વિશેષ વૃક્ષારોપણના કાર્યક્રમ વિશે માર્ગદર્શન પુરૃં પાડવામાં આવ્યું હતું તથા કેટલાયે જિલ્લાઓમાં શરૂ થયેલ આ સંગઠન પર્વની ઉજવણી અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh