Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાસે ટ્રકની ઠોકરે ચઢી ગયેલા બાઈકચાલકનું ઘટના સ્થળે જ થયું મૃત્યુ

મૃતકની પોલીસે ઓળખ મેળવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર નજીકના કનસુમરા ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે એક બાઈકને ટ્રકે ઠોકર મારતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

જામનગરના લાલપુર બાયપાસથી ખંભાળિયા બાયપાસ વચ્ચે આવેલા કનસુમરા ગામના પાટીયા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતા એક બાઈક ચાલકને પુરપાટ ઝડપે ઘસી આવેલા ટ્રકે ઠોકર મારી દેતા બાઈક પર જઈ રહેલા વૃદ્ધ રસ્તા પર ફંગોળાઈ ગયા હતાં.

આ વૃદ્ધનું સ્થળ પર જ મૃત્યુ નિપજયુ છે. તેમના માથા પરથી ટ્રકનું તોતીંગ પૈડું ફરી વળ્યુ હતું. બનાવના સ્થળે અન્ય વાહનચાલકો થંભી ગયા હતા. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તથા ૧૦૮ પણ દોડી ગયા હતા.

પોલીસે મૃતકની ઓળખ મેળવવા શરૂ કરેલી કાર્યવાહીમાં મૃતકનું નામ જીવણભાઈ પરબતભાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમના પરિવારજનોને વાકેફ કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવાની તજવીજ કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh