Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની કાર્યવાહી
જામનગર તા. ૪: જામનગરમાં ધંધાર્થીઓ દ્વારા જાહેર સ્વચ્છતા જાળવવામાં નહીં આવતા ૩૮૭ આસામીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને રૂ।. ર.ર૯ લાખની દંડનીય વસૂલાત કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં કોમર્શિયલ એકમો દ્વારા પોતાના ધંધા, એકમો, દુકાનો/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવતા ન હોય, દુકાન પાસે ડસ્ટબીન રાખતા ન હોય કે રાત્રે બંધ કર્યા બાદ કચરો જાહેરમાં નિકાલ કરતા હોય, આવા ન્યુસન્સકર્તા આસામી/ધંધાર્થીઓ સામે પગલા લેવા અંગે કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેના અનુસંધાને શહેરના ર૧૦૦ જેટલા દુકાન ધારકો/કોમર્શિયલ એકમોને ન્યુસન્સ નોટીસો ઈશ્યુ કરી, પોતાના એકમો/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આમ છતાં દુકાન ધારકો/ધંધાર્થીઓ દ્વારા પોતાના એકમોને કચરો જાહેરમાં નિકાલ કરવા, ડસ્ટબીન ન રાખવા તથા રાત્રે દુકાન/ધંધો બંધ કરી, પોતાના ધંધાનો કચરો જાહેરમાં નિકાલ કરતા હોય, તેઓના દુકાન/ધંધાના સવારે ફોટોગ્રાફ્સ લઈ, દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૩૮૭ આસામીઓ દુકાન ધારકો પાસેથી જાહેરમાં ન્યુસન્સ કરવા અંગે રૂ।. ર.ર૯ લાખનો દંડ વસુલ લેવામાં આવ્યો હતો.
આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ કોમર્શિયલ એકમો, ધંધાર્થીઓ, દુકાન ધારકોને તાકીદ કરવામાંઅ ાવે છે કે, પોતાના દુકાન/ધંધા આસપાસ સ્વચ્છતા જાળવવા, કચરાને પોતાના જ ડસ્ટબીનમાં રાખવા અને મ.ન.પા.ના ગાર્બેજ કલેકશન વાહનમાં જ નિકાલ કરવા તેમજ શહેરના જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારી જાળવવામાં યોગદાન આપવા અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial