Advertisement
Author: નોબત સમાચાર

વડનગરની વૈશ્વિક ઓળખ માટે રાજ્ય સરકાર દ્વારા 'શ્રાવણોત્સવ ૨૦૨૬ રીલ સ્પર્ધા' લોન્ચ

૩૧ હજાર, ૨૧ હજાર, ૧૧ હજારના રોકડ ઈનામ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: વડનગરના શ્રાવણોત્સવને ડિજિટલ માધ્યમથી વૈશ્વિક ઓળખ અપાવવા 'શ્રાવણોત્સવ ૨૦૨૬ રીલ સ્પર્ધા' લોન્ચ થઈ છે, જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે.

ગુજરાત સરકાર દ્વારા વડનગરમાં યોજાનારા શ્રાવણોત્સવ-૨૦૨૬ને વધુ વ્યાપક લોકભાગીદારી અને ડિજિટલ માધ્યમ દ્વારા વૈશ્વિક ઓળખ અપાવવા માટે 'શ્રાવણોત્સવ ૨૦૨૬ રીલ સ્પર્ધા'નો આવતીકાલે છેલ્લો દિવસ છે. આ સ્પર્ધા ખાસ કરીને યુવાનો સહિત તમામ નાગરિકોને વડનગરના સાંસ્કૃતિક વૈભવ, આધ્યાત્મિક મહત્ત્વ, પ્રવાસન ક્ષમતા, લોકકલાઓ અને શ્રાવણોત્સવની ભવ્ય ઉજવણીને સર્જનાત્મક ટૂંકા વિડિયો (રીલ્સ) દ્વારા રજૂ કરવા પ્રોત્સાહિત કરી રહી છે.

આ સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામો આપવામાં આવશે. પ્રથમ વિજેતાને રૂ. ૩૧,૦૦૦, દ્વિતીય વિજેતાને રૂ. ૨૧,૦૦૦ અને તૃતીય વિજેતાને રૂ. ૧૧,૦૦૦નું ઇનામ એનાયત કરવામાં આવશે. ગુજરાત સરકારનો ઉદ્દેશ સર્જનાત્મક ડિજિટલ વાર્તાકથન દ્વારા નાગરિકોને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર સાથે જોડવાનો તેમજ શ્રાવણોત્સવ ૨૦૨૬ પ્રત્યે જનભાગીદારી વધારવાનો છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી યુવાનોને સાંસ્કૃતિક વારસાના સંવર્ધનમાં સહભાગી બનાવી શ્રાવણોત્સવને ડિજિટલ યુગના લોકોત્સવ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ આ સ્પર્ધા દ્વારા કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh