Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ર૪ કલાકમાં
અમદાવાદ તા. ૪: ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૦૯ તાલુકામાં મેઘમહેર થઈ છે, જે પૈકી વલસાડના કપરાડામાં સૌથી વધુ ર.પ ઈંચ વરસાદ થયો છે.
ગુજરાતમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૦૯ તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં મોટાભાગના વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા. એસઈઓસી ગાંધીનગરના આંકડા મુજબ ૧૦૦ તાલુકામાં ૧ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં સર્વાધિક ર.પર ઈંચ નોંધાયો છે.
છેલ્લા ર૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં ર.પર ઈંચ, નાના પોંઢામાં ર.૧૩ ઈંચ અને ધરમપુરમાં ૧.૬પ ઈંચ વરસાદ પડ્યો હતો. ખંભાતમાં ૧.૪ર ઈંચ, ડાંગમાં ૧.૪ર ઈંચ, ભરૂચમાં ૧.ર૬ ઈંચ, પાદરામાં ૧.૦૬ ઈંચ, વાપીમાં ૧.૦૬ ઈંચ, ખેરગામમાં ૧.૦ર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના ૧૦૦ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
હવામાનવિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.
ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હાલ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે દરિયાકાંઠે ૧પ થી ર૦ નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાશે, જે વધીને રપ નોટ સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવનાને પગલે સાવચેતી રાખવા જણાવાયું છે, જો કે રાહતની વાત એ છે કે પૂર્વમાં અપાયેલી 'પોર્ટ વોર્નીંગ એલસી૩'ને હવે હટાવી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial