Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાભાર્થીઓને લાભ વિતરણ, વૃક્ષારોપણ-સ્વચ્છતા ઝુંબેશઃ
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે જી.જે.આર હાઈસ્કૂલમાં ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જન કલ્યાણના અને વિકસિત ભારત સંકલ્પ૨૦૪૭ની ઉજવણીરૂપે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રમુખ સહાય યોજનાઓ અંગે માહિતી મેળવી હતી અને અને જાતિ પ્રમાણપત્ર, આધારકાર્ડ્માં સુધારા, બસ પાસ વગેરે વિવિધ સરકારી સેવાઓ મેળવી હતી. શિબિરના પ્રારંભે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો, પ્રમાણપત્રો તથા સહાયના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, પીએમ કિસાન યોજના, ફાર્મર રજિસ્ટ્રેશન, તાર ફેન્સિંગ યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના, નમોશ્રી યોજના, પી.એમ.જે.એ.વાય. યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગો માટેની આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ સેવા સહિત અન્ય વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે અરજી કરવાની સુવિધા અને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. શિબિરમાં સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial