Advertisement
Author: નોબત સમાચાર

નગરની પેઢીના સંચાલકના વારસો સામે રૂ।.રપ લાખની રીક્વરી અંગે કરાયો દાવો

ચેક પરતની ફરિયાદ પછી સંચાલકનું થયું હતું નિધનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક આસામીએ રૂ।.રપ લાખના ચેક પરતની કરેલી ફરિયાદ ચાલવા પર આવી તે દરમિયાન જેની સામે ફરિયાદ કરાઈ હતી તે વ્યક્તિ નિધન પામતા તેમના વારસો સામે સિવિલ કોર્ટમાં રીકવરી દાવો કરવામાં આવ્યો છે.

જામનગરના દિનેશભાઈ વિજયભાઈ ત્રવાડી પાસેથી મિત્રતાના દાવે યોગી મેટલ્સ નામની પેઢીવાળા પરેશભાઈ ચુનીલાલ મહેતાએ રૂ।.રપ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલુ હતો તે દરમિયાન પરેશભાઈ મહેતા અવસાન પામ્યા હતા. તેઓના વારસોએ વળતર આપવાની શરત સાથે દિનેશભાઈએ કેસ વિથ-ડ્રો કરી સિવિલ દાવો કર્યાે હતો. તે પછી પરેશ ભાઈના વારસ કલ્યાણીબેન, અર્પિત, વિવેકે રકમ આપવા ઈન્કાર કરતા તેઓની સામે દિનેશભાઈએ રીક્વરી દાવો નોંધાવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ હાર્દિક એરડા, પરબત મકવાણા, પૂનમ ચૌહાણ, ઉર્વિશા લીંબાસીયા, વિશાલ મકવાણા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh