Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ૨૯૦૦૦ રોકડ સાથેનું પાકિટ મળી આવતા મૂળ માલિકને પરત

પ્રામાણિકતાનું ઉદાહરણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં પંચેશ્વર ટાવર માર્ગે એક પાકિટ રસ્તા પરથી મળી આવ્યું હતું. આ રોકડ ભરેલ પાકિટ મૂળ માલિકને પરત સોંપી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરૃં પાડવામાં આવ્યું છે.

જામનગરના પંચેશ્વર ટાવર માર્ગે તાજ ઓટો પાસેથી સોહિલ હનિફભાઈને રૂ।. ૨૯ હજારની રોકડ રકમ સાથેનું પાકિટ રસ્તા પરથી મળી આવ્યું હતું.

આથી સોહિલભાઈએ પોતાના દુકાન માલિક એવા તાજ ઓટોમાં જમા કરાવ્યું હતું. આ પછી એલસીબી પોલીસમાં ફરજ બજાવતા મયુરદિનભાઈ સૈયદને જાણ કરવામાં આવતા તેમણે તપાસ શરૂ કરી હતી. આખરે ધ્રોલના યશભાઈ સોલંકીનું આ પાકિટ હોવાનું જણાતા પૂરતી ખરાઈ કર્યા પછી રોકડ ભરેલ પાકિટ તેનાં મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યું હતું.

આમ, એક નાના કર્મચારીએ પ્રામાણિકતાનું મોટું ઉદાહરણ પૂરૃં પાડયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh