Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામી સામે નોંધાયેલી ચાર ફરિયાદ પછી ધરપકડઃ પાંચ દિ'ના રીમાન્ડ

યુ-ટ્યુબ ચેનલ પર બદનામ કરવાની પણ અપાઈ હતી ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના એક આસામીએ વર્ર્ષ ૨૦૨૩માં નવરાત્રિ આયોજન માટે મેદાન ભાડે રાખવા કરાર કર્યા પછી આયોજન ન કરી કરાર મુજબની રકમ ન આપ્યાની અને સ્ટાફને ધમકાવ્યાની ફરિયાદ ઉપરાંત અન્ય ત્રણ ફરિયાદ પણ આ આસામી સામે થયા પછી પોલીસે તેની ધરપકડ કરી છે. આ શખ્સને રીમાન્ડ પર લેવાયો છે.

જામનગરના સંજય ચેતરીયા નામના આસામીએ વર્ષ ૨૦૨૩માં નવરાત્રિના આયોજન માટે જેસીઆરનું મેદાન ભાડે રાખ્યા પછી નવરાત્રિ યોજી ન હતી અને તેનું કરાર મુજબનું ભાડું પણ આપ્યું ન હતું તેવી ફરિયાદ પોલીસમાં થઈ હતી તે ઉપરાંત રાજકોટના એક ધંધાર્થીએ રૂ।. સાડા સાત લાખ સંજય ચેતરીયાએ નવરાત્રિના આયોજન માટે લીધા પછી પરત ન આપ્યાની રાવ ઉપરાંત વીડિયો વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

તે ઉપરાંત પોરબંદરમાં મંડપ સર્વિસમાં કામ કરતા આસામીએ પણ રૂ।. ૬ લાખની બાકી રકમ સંજય ચેતરીયાએ ન આપ્યાની ફરિયાદ કરી હતી. તેવી જ રીતે અન્ય એક આસામીએ પણ ફરિયાદ કરતા ઉપરોક્ત ચારેય કેસમાં સંજય ચેતરીયાની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા હતા.

આ આરોપીને પોલીસે પકડી લઈ રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે તેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. તે દરમ્યાન હાપા માર્કેટીંગ યાર્ડના એક વેપારીએ પણ સંજય ચેતરીયા તથા દીપકભાઈ નામના તેના સાગરીત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh