Advertisement
Author: નોબત સમાચાર

ચાલુ વર્ષે ખેતીનો પાક નિષ્ફળ જવાની ભીતીથી નાસીપાસ ખેડૂતના ઝેરના પારખાઃ મૃત્યુ થયું

મૃતકના પુત્રનું પોલીસ દ્વારા નોંધાયું નિવેદનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: કાલાવડ તાલુકાના સતીયા ગામમાં વસવાટ કરતા એક ખેડૂતે ચાલુ વર્ષે ખેતીનો પાક નિષ્ફળ જવાની ભીતી વચ્ચે નાસીપાસ થઈ ત્રણ સપ્તાહ પૂર્વે ઝેરના પારખા કર્યા હતા. આ વૃદ્ધનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી હોસ્પિટલના બીછાને મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધ્યું છે.

કાલાવડ તાલુકાના સતીયા ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા ગાંગજીભાઈ બેચરભાઈ ચૌહાણ નામના ૬૫ વર્ષના વૃદ્ધે ગઈ તા. ૧૦ના દિવસે બપોરે સતીયા ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. સારવારમાં ખસેડાયેલા આ વૃદ્ધનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પુત્ર નરેશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વરસાદ મોડો થવાના કારણે ખેતીનો પાક નિષ્ફળ જવાની ઊભી થયેલી ભીતીથી નાસીપાસ થઈ તેમના પિતાએ ત્રણ સપ્તાહ પૂર્વે ઝેરી દવા પી લીધી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh