Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને ગોંડલની હોસ્પિટલે લઈ જવાયા
ખંભાળિયા તા. ૨૭: ખંભાળિયામાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ખંભાળીયા તથા સદ્ગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ગોંડલ દ્વારા નિદાન સારવાર કેમ્પ સેવાના મનોરથી ગૌલોકવાસી ભાનુબેન ભગવાનજી કોટેચા ટ્રસ્ટ લંડન, ભાસ્કરભાઈ કોટેચા, કિરીટભાઈ મોદી, જીતેન્દ્રભાઈ દત્તાણી, દીપકભાઈ જટણીયાની સહાયથી વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડીમાં યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોકટરોએ સેવા આપી હતી. દર્દીઓનું નિદાન કરી સારવાર-દવા આપવામાં આવી હતી. લેબ રિપોર્ટ, ઈસીજી, એકસ-રે વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મોતિયાના ઓપરેશન માટે ગોંડલની શ્રીરામ હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી.
આ સમગ્ર આયોજન રેડક્રોસ સંસ્થાના કિરીટભાઈ મજીઠીયા, શૈલેષભાઈ કાનાણી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial