Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા અને પોલીસનું સંયુક્ત અભિયાનઃ
જામનગરની એસ્ટેટ શાખા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ગઈકાલે બર્ધનચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને કેટલોક માલસામાન કબજે કર્યો હતો. જામનગરમાં ગઈકાલે બપોર પછી પોલીસ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધનચોક વિસ્તારમાં જાહેર માર્ગ ટ્રાફિક અવરોધાય તે રીતે ધંધો કરતા રેંકડીધારકો, ફેરિયાને જાહર માર્ગેથી દૂર કરવા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ રેંકડીઓ, ટેબલ, બાંકડા, અમુક જથ્થો કટલેરી વગેરે સરસામાન જપ્ત કરી વાહનમાં ભરીને મહાનગરપાલિકા કચેરીમાં લઈ જવાયો હતો. આ કાર્યવાહીમાં પો.સ.ઈ. એમ.એન. રાઠોડ અને પોલીસ સ્ટાફ તથા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાનો સ્ટાફ જોડાયો હતો. આમ સમગ્ર માર્ગને દબાણમુક્ત કરી ખુલ્લો કરાવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial