Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના બરડા ડુંગરમાં ધામણીનેસ પાસે ઝાળીઓમાંથી મળી દારૂની ભઠ્ઠી

૨૬૦૦ લીટર આથો, દારૂ કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: ભાણવડના બરડા ડુંગરમાં આવેલા ધામણીનેસમાં ગઈકાલે એલસીબીએ દરોડો પાડી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી. સ્થળ પરથી ૨૬૦૦ લીટર આથો તથા તૈયાર દારૂ કબજે કરાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરમાં ગઈકાલે દ્વારકા એલસીબીના સ્ટાફે ઈન્ચાર્જ પીઆઈ એન.એચ. જોષીના માર્ગદર્શન અને પીએસઆઈ બી.એન. દેવમુરારીના વડપણ હેઠળ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આ વેળાએ ધામણીનેસ નજીક બાવળની ઝાળીઓમાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી ૨૬૦૦ લીટર આથો તથા ૭૦ લીટર દેશી દારૂ તથા બે નળી મળી આવ્યા હતા. દરોડા પહેલાં આ ભઠ્ઠીનો સંચાલક ભીમા પરબત રબારી નાસી ગયો હતો. તેની શોધખોળ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh