Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોરના ત્રાસ અંગે રજુઆત

નવા મ્યુનિ. કમિશનર કોઈક કાયમી ઉકેલ કાઢે તેવી આશા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર શહેરમાં જાહેર માર્ગો પર રખડતાં ઢોરના ત્રાસ અંગે કેવલ હરણીયાએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરના અનેક રસ્તાઓ પૈકી જનતા ફાટકથી જી.આઈ.ડી.સી. ફેસ-૩ અને જોડતાં ઈન્દિરા માર્ગ ઉપર ખાસ કરીને સાંઢીયા પુલ પાસે દરરોજ રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ થઈ રહેલ છે. જે રખડતાં ઢોરોના કારણે ટ્રાફિકમાં અડચણ ઉભી થાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને વાહન અકસ્માત થવાનો ભય રહેલો છે.

જામનગરથી લાલપુર જતાં રસ્તા ઉપર ખાસ કરીને દરેડ ગામમાંથી પસાર થતાં રસ્તા ઉપર રખડતાં ઢોરનો અસહ્ય ત્રાસ થઈ રહેલ છે. જે રખડતાં ઢોરોના કારણે ટ્રાફિકમાં અડચણ ઉભી થાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને વાહન અકસ્માત થવાનો ભય રહેલો છે. આ રજૂઆત ધ્યાને લઈને તાત્કાલીક અસરથી જાહેર માર્ગ (રસ્તા) ઉપર રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરાવવા જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh