Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં ઈબોલાની દસ્તકઃ યુગાન્ડાથી આવેલી ચેપગ્રસ્ત મહિલાનું એરપોર્ટ પર જ આઈસોલેશન

બેંગ્લુરૂમાં કવોરેન્ટાઈન કરી સેમ્પલ તપાસાર્થે પૂણે મોકલાયાઃ દેશભરમાં ફફડાટ

                                                                                                                                                                                                      

બેંગ્લુરૂ તા. ૨૭: ભારતમાં ખતરનાક ઈબોલાની એન્ટ્રી થઈ છે. યુગાન્ડાથી આવેલી મહિલામાં ઈબોલાના લક્ષણ દેખાતા એરપોર્ટ પર જ આઈસોલેશન કરી દેવાઈ છે. આ ૨૮ વર્ષીય મહિલામાં ઈબોલાના લક્ષણ દેખાતા તેણીના બ્લડ સેમ્પલ તપાસ માટે પૂણે મોકલાયા છે. અને તેણીને બેંગ્લુરૂમાં કવોરેન્ટાઈન કરાઈ છે.

વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને આફ્રિકન દેશોમાં ભારે ઉત્પાત મચાવ્યા પછી હવે ખતરનાક ઇબોલા વાઈરસે ભારતમાં દસ્તક દીધી છે. મીડિયા અહેવાલો અનુસાર, આફ્રિકન દેશ યુગાન્ડાથી ભારત આવેલી એક મહિલામાં ઇબોલા વાઈરસના અત્યંત ગંભીર લક્ષણો જોવા મળ્યા છે. સંક્રમણની આશંકાને પગલે તબીબી તંત્ર દ્વારા મહિલાને બેંગલુરુની ખાસ મેડિકલ ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરી દેવામાં આવી છે અને તેના સેમ્પલ તપાસ અર્થે પૂણે મોકલાયા છે.

સૂત્રો અનુસાર, યુગાન્ડાથી મુસાફરી કરેલી એક મહિલાને બેંગલુરુની એક સરકારી હોસ્પિટલમાં નિરીક્ષણ માટે અલગ રાખવામાં આવી છે. તેણીને શરીરમાં હળવો દુખાવો થઈ રહૃાો હોવાનું કહેવાય છે, પરંતુ અન્ય કોઈ ગંભીર લક્ષણો નથી. હાલમાં તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં ઇબોલા વાયરસના કોઈ કેસની પુષ્ટિ થઈ નથી. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાની સ્થિતિ હાલમાં સ્થિર છે અને તેઓ તેની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાા છે. તેણીએ તાજેતરમાં જ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી મુસાફરી કરી હતી અને બાદમાં હળવા શરીરમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા હોવાથી, સાવચેતીના પગલા તરીકે તેને રોગચાળાના રોગોની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનુ કહેવાય છે.

ભારત સરકાર ઇબોલા વાયરસની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. કેટલાક આફ્રિકન દેશોમાં ઇબોલા વાયરસના કેસ સામે આવ્યા પછી આરોગ્ય મંત્રાલય હાઇ એલર્ટ પર છે. આરોગ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો જરૂરી આરોગ્ય પ્રોટોકોલનું નિરીક્ષણ અને અમલ કરવા માટે સાથે મળીને કામ કરી રહૃાા છે. એરપોર્ટ અને અન્ય પ્રવેશ બિદુઓ પર સ્ક્રીનીંગ અને દેખરેખ ચાલુ છે. સરકારે જનતાને ગભરાટ અને અફવાઓથી બચવા અપીલ કરી છે. લોકોને ફક્ત સરકારી અને સત્તાવાર માહિતી પર આધાર રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ કેસ એવા સમયે આવ્યો છે જ્યારે આફ્રિકાના કેટલાક ભાગોમાં ઇબોલાના ફેલાવા અંગે વૈશ્વિક ચિતા વધી રહી છે. ૧૭ મેના રોજ, કોંગો અને યુગાન્ડામાં ઇબોલાના કેસોની વધતી સંખ્યાને કારણે વિશ્વ આરોગ્ય સંગઠન જાહેર આરોગ્ય કટોકટી આંતરરાષ્ટ્રીય ચિંતા (પીએચઈઆઈસી) જાહેર કરી હતી.

આ ચેતવણી બાદ, કર્ણાટક આરોગ્ય વિભાગે શુક્રવારે એક ગાઈડ લાઈન જાહેર કરી હતી. જેમાં ઇબોલા પ્રભાવિત દેશોમાંથી પરત ફરતા લોકોને ભારતમાં પહોંચ્યા પછી ૨૧ દિવસ સુધી સ્વ-નિરીક્ષણ અને તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી.

ઇબોલા વાઈરસને તબીબી જગતમાં કોરોના (કોવીડ-૧૯) કરતાં પણ વધુ ઘાતક અને જીવલેણ ગણવામાં આવે છે. ઇબોલાથી સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર (મોર્ટાલીટી રેટ) ૫૦% થી લઈને ૯૦% સુધી પહોંચી શકે છે. આ એક અત્યંત ચેપી વાયરલ બીમારી છે, જેના કારણે શરીરમાં આંતરિક તેમજ બાહૃા રક્તસ્રાવ (બ્લીડીંગ), હેમોરેજિક તાવ અને માનવ શરીરના મહત્ત્વના અંગો (ઓર્ગન્સ) ફેલ થઈ જાય છે.

આ વાઈરસ કોઈ પણ સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી પદાર્થો જેવા કે લોહી, લાળ, પરસેવો અથવા યુરિનના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. ચિંતાની વાત એ છે કે આ વાઈરસ સામે લડવા માટે હજુ સુધી કોઈ ચોક્કસ સચોટ રસી (વેકસીન) કે દવા ઉપલબ્ધ નથી, જે તેને વધુ જીવલેણ બનાવે છે. આ પૂર્વે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા દેશોમાં ઇબોલાના કારણે ૨૦૦ થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને ૧,૦૦૦ થી વધુ કેસ નોંધાયા છે.

ઇબોલાના સંભવિત ખતરાને જોતા ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગત સોમવારે જ આ સંદર્ભે એક સત્તાવાર ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને દેશની સજ્જ તાની સમીક્ષા કરી હતી. નાગરિકોને આફ્રિકન દેશોની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ ડીજીસીએ (ડીજીસીએ) દ્વારા પણ એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે કડક સ્ક્રિનિંગ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh