Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક દીવાલ સાથે ટકરાઈને મોટર ઊભી રહેતા નાસભાગઃ
જામનગર તા. ૨૭: જામનગર નજીકના ખીમરાણામાં ગઈકાલે એક મોટર ઘૂસ્યા પછી સાંકળી ગલીમાં ફૂલસ્પીડે દોડી હતી અને એક દીવાલ સાથે ટકરાઈને ઉભી રહી ગઈ હતી. ફિલ્મી દૃશ્યો સર્જાયા પછી ત્યાં પહોંચેલા સ્થાનિકોએ આ મોટરમાં દારૂ હોવાની પોલીસને જાણ કરી હતી. પોલીસમાંથી પોલીસે ૪૭૦૪ ચપલા કબજે કરી મોટરના નંબર પરથી મોટરમાલિક તથા ચાલકની શોધ શરૂ કરી છે.
જામનગર નજીકના ખીમરાણા ગામમાં ગઈરાત્રે ઈનોવા મોટર ફૂલસ્પીડમાં ઘૂસ્યા પછી શેરીમાં બેફામ ગતિએ દોડી હતી જેના પગલે ત્યાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અમૂક યુવાનોએ આ મોટરનો પીછો શરૂ કરતા હેબતાયેલા મોટરના ચાલકે કાબૂ ગૂમાવી મોટરને એક શાળા પાછળથી દીવાલમાં ટકરાવી દીધી હતી.
ત્યારપછી ગણતરીની સેકન્ડોમાં અંધારામાં આ શખ્સ ગુમ થઈ ગયો હતો. મોટરની નજીક પહોંચેલા લોકોએ મોટરમાં જોતા તેમાં દારૂનો જથ્થો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસને જાણ કરાતા પંચકોશી એ ડિવિઝન પોલીસ ટીમ દોડી હતી. પોલીસે જીજે-૧૦-બીજી ૩૨૩૪ નંબરની આ મોટરમાંથી ઈંગ્લીશ દારૂના ૪૭૦૪ ચપલા કબજે કર્યા છે. દારૂ તથા મોટર મળી કુલ રૂ।.૧૧,૦૫,૬૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
અવારનવાર ખીમરાણા ગામમાં આ રીતે પુરપાટ ઝડપે મોટરો દોડીને જતી હોવાની વિગતો સ્થાનિક લોકોએ આપી હતી. તેમાં ગઈકાલે પોલીસથી બચવા કોઈ શખ્સે આ મોટર ખીમરાણા ગામની સાંકળી ગલીમાં ઉતારી દીધા પછી દીવાલ સાથે ટક્કર સર્જી પોબારા ભણી લીધા હોવાનું બહાર આવ્યું છે. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial